________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે seતા તો નથી ને? રિ
ડર એક જાતની ઊધઈ છે, જે માણસને ભીતરથી કોતરી નાખે, અંદરથી ફોલી ખાય છે. માણસના મગજમાં ડર~બીકના કીટાણુઓ એકવાર ઘૂસી ગયા પછી જલદી એ નીકળતા નથી. ઊલટાના અંદર ને અંદર ફેલાતા જાય છે. માણસ ભીતરથી ભાંગી પડે એટલી હદે ડર ડહોળી નાંખે છે માણસના મગજને!
ડરવાનું શા માટે? કોનાથી ડરવાનું? દુનિયામાં બહુ ઓછાને જે મળે છે તે આપણને મળ્યું છે. માનવનું જીવન ભયની ભૂતાવળ ભગાડી દો ભાઈ! હૈયામાં ઊછળતો ઉત્સાહનો ફુવારો! આંખોમાં તમન્નાઓનું કાજળ, અને જીવનમાં સમજની સંવાદિતા.. બસ! જિંદગી બનાવવા માટે આટલી વાતો પૂરતી છે. ડરો નહીં! હિંમત ન હારી જાવ!
યાદ રાખો : ડરનાર માણસ દુનિયાને જીતી નથી શકતો! ડરનારને દુનિયા દબાવી દે છે!
ડરને દફનાવી દો!
ભયને ભગાડી દો.
વિચાર પંખી
૨
૭
For Private And Personal Use Only