________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારું દિમાગ કેટલું મહાન!
તમને ખબર છે?
‘કમ્પ્યૂટર’માં સંઘરાતી સ્મૃતિ-શક્તિને ‘બીટ્સ' કહેવામાં આવે છે. સારા એવા કમ્પ્યૂટરમાં ૧૦ લાખ બીટ્સ સંઘરી શકાય છે. મોટામાં મોટું કમ્પ્યૂટર જે અત્યારે છે, તેની અંદર ૧ અબજ બીટ્સ સંધરાય છે. મનુષ્યના મગજમાં ૧૪ અબજ ‘ન્યૂરોન્સ’ છે. એક ‘ન્યૂરોન્સ’ એક સેકન્ડમાં ૧૪ સ્મૃતિઓ સંઘરી શકે છે. એટલે કે ૧૯૬ અબજ પ્રકારની અલગ અલગ સ્મૃતિઓને સંઘરવાની શક્તિ આપણા મગજમાં છે અને તે પણ એક જ સેકંડમાં!
૫૦ વરસનો માણસ ૧ અબજ, પાંચ કરોડ, સત્તાવન લાખ સેકંડ જીવતો હોય છે. આમ જીવનની દર સેકંડે ૧૯૬ જાતની સ્મૃતિઓ આપણે ભેગી કરી શકીએ તો સમગ્ર જીવન દરમિયાન કેટલી?
૨૬
અત્યારના વૈજ્ઞાનિક-પ્રયોગો દ્વારા મંદ વિદ્યુતના પ્રવાહ દ્વારા આ બધી સુષુપ્ત સ્મૃતિઓને જગાડી શકાય છે!
કાશ, આપણે આપણા આત્મામાં રહેલી શક્તિઓને ઓળખતા થઈએ અને એનો વિધેયાત્મક ઉપયોગ કરીએ!
For Private And Personal Use Only
વિચાર પંખી