________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शरीरं मे विचर्षणम्। जिह्वा मे मधुसत्तमा ||
(તેતરીય ઉપનિષદ) શરીરમાં સ્કૂર્તિ અને જબાન પર મીઠાશ!
આ બે વાતો જે તમારી પાસે છે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતાના શિખરે પહોંચતાં નહીં રોકી શકે. તમને અવરોધી નહીં શકે! બહુ સમજવા જેવી વાત છે!
શરીરમાં સ્કૂર્તિ જોઈએ, ચુસ્તી જોઈએ! શરીર “એલર્ટ' જોઈએ. સુસ્ત અને શુષ્ક શરીર જીવન-સત્ત્વ મેળવવા કામિયાબ નથી નીવડતું...તનમાં જો તાજગી હોય. તરવરાટ હોય..તો પથ્થર પણ પગથિયું બની જાય. ફૂલ પણ સ્કૂલમાં તબદીલ થાય...સાથે સ્વરની મધુરપ પણ જોઈએ જ. માટે તો કબીર કહે છે :
ઐસી બાની બોલીએ' એવા શબ્દો બોલો કે જે બીજાના દિલને વીંધે નહીં પણ વહાલની શાલમાં લપેટી લે! તરવરતું તન અને મધઝરતાં વચન બસ દોસ્ત,
ઝળકી ઊઠશે જોબન અને જીવન!
વિચાર પંખી
For Private And Personal Use Only