________________
Shri Mahavir Jain Aradhana Kendra
એક અણગમતો પ્રસંગ કે
એક ન ગમતી ઘટના....
www.kobatirth.org
કેવી રીતે જીવશો?
વિચાર પંખી
આપણા આખા દિવસની પ્રસન્નતાને પીંખી નાંખે છે!
કો’કનો એકાદ શબ્દ પણ આપણી શાંતિને સળગાવી દે છે...કો’કનો એકાદ ‘ઇશારો આપણને હલબલાવી દે છે...વારંવારે આપણો ‘મૂડ' મરી જાય છે! શું આપણે એટલા નબળા છીએ કે આપણો ગુસ્સો...આપણો પ્રેમ...આપણી તમામ લાગણીઓ પર ગમે તે નિયંત્રણ કરી શકે?
ના, દોસ્ત! આપણી પર નિયંત્રણ આપણું પોતાનું જ હોવું જોઈએ! આપણે કંઈ ચાવી દીધેલાં પૂતળાં છીએ કે કો'કના નચાવ્યા નાચ્ચે જઈએ!!! કો'કના દોરવ્યા દોરવાઈ જઈએ! આપણું પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવવું જોઈએ! ઘટનાઓ ઘા ના બને
પ્રસંગો પીડા ના કરે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંજોગો સત્તાવી ના જાય...
એવી રીતે જીવન જીવતાં શીખો!
For Private And Personal Use Only
૨૩