________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ ઝરણું... વહ્યા કરે છે! ક્ષિી
માણસની જિંદગી એ તો પર્વતની છાતી ચીરીને વહી નીકળતા ઝરણા જેવી છે! એનું ધ્યેય હોય છે વિલીન થઈ જવું, સમાઈ જવું!
હા, ક્યારેક એ ઝરણું ધગધગતા રણની રેતીમાંય “ઢબુરાઈ જાય, શોષાઈ જાય..તો ક્યારેક એ ઝરણું આફતોના ખડકોને ઓળંગીને સાગરના ખોળામાં ય સમાઈ જાય.. ડૂબી જાય!
તમે નિર્ણય કર! તમારા જીવનઝરણાને ક્યાં લઈ જવું છે? સમસ્યાઓ અને અસફળતાઓના રણમાં રગદોળવું છે કે પછી...
સમસ્યાનો સહજતાપૂર્વક સામનો કરીને સુખના સોહામણા સાગરમાં જીવનની નાવને લઈ જવી છે?
જીવન વહ્યા કરે જળની જેમ
આપણે રહીએ કમળની જેમ!
વિચાર પંખી
For Private And Personal Use Only