________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sિ કેવા બનવું છે, દોસ્ત? કે
તમે ક્યારેય દરિયાના તીરે “મોર્નિગ વાંક' લેવા કે ઢળતા સૂરજની આંખે લટાર મારવા નીકળ્યા છો ખરા? દરિયાના કિનારે ભીની ભીની રેતીમાં પગલાં ધર્યા છે? દરિયાની લહેરોને સ્પર્શીને આવતી “સૉલ્ટી” હવાની તાજી લહેરખી ચહેરા પર સ્પર્શી છે ખરી? આ બધું તો ઠીક....
પણ, ક્યારેય દરિયાના પાણીને ખોબામાં ભરીને હોઠે અડાડ્યું છે? થું.. યૂ... કરી નાખ્યું હશે! પાણી મોમાં જતાંવેંત જ ઘૂંકી કાઢ્યું હશે! કારણ કે દરિયાનું પાણી ખારું ખારું ઊસ... હોય છે!
શા માટે, તમે જાણો છો? દરિયો પાણીને સંગ્રહે છે! એકઠું કરે છે...એ સંઘરાખોર છે..માટે ખારો રહે છે, જ્યારે નદીનું પાણી ચોખ્યું અને મીઠું મધ જેવું હોય છે કારણ કે નદી પાણીને વહેતું રાખે છે. એમાં ગતિ છે!
જે આપે છે તે સહુને ગમે છે,
જે સંગ્રહે છે તે કોઈને નથી ગમતા. આપો દિલ દઈને! અહીં તો લૂંટાવાથી લાલી રહે છે લાલા! વાદળાંઓ પણ જો વરસે તો વહાલાં લાગે... ભર્યા ભર્યા વાદળાં પણ જો ઘેરાઈ જ રહે તો વાતાવરણ બોઝિલ બની જાય. ઉદાસ ઉદાસ બની જાય! ને વરસી પડે ત્યારે વાહ રે વાહ! આપવામાં માપ નહીં! લૂંટાવામાં લોભ નહીં!
નહીંતર પછી તમે કહેશો : “કોઈએ ખોબો ભરી પીધાં નહીં સાવ ખારાં સાવ ખારાં જળ છીએ અમે!'
10
વિચાર પંખી
For Private And Personal Use Only