________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભૂલવાનું યાદ ાખો!
ભૂલવાનું બહુ અઘરું છે, દોસ્ત!
કેટલીક વાતો... કેટલીક રાતો... કેટલીક મુલાકાતો ભૂલી શકાતી નથી...! ભૂલી જવા માટે હૈયું વજ્જરનું જોઈએ. કોમળ હૈયું... આવું હૈયું ભૂલી શકતું નથી કશું જ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે ભુલાતું નથી, ત્યારે યાદોના ઝૂલા રચાઈ જાય છે અંતરની આંબાડાળે ને મનપંખી એના પર ઝૂલ્યા જ કરે છે..સ્મરણોની દોર હીંચીને!
પણ, જિંદગીમાં સરવાળા જ નથી કરવાના દોસ્ત! ક્યારેક બાદબાકી પણ કરવી પડતી હોય છે!
ભૂલી જાવ...બીજાની ભૂલોને!
વીસરી જાવ... ...બીજાના અન્યાયોને!
વિચાર પંખી
યાદ એક એવી જાળ છે કે જેમાં ગૂંચવાયા પછી ઉકેલાવું મુશ્કેલ છે! એમાંય યાદ જ્યારે ફરિયાદ બનીને વીંટળાઈ વળે છે જિંદગીને, ત્યારે પછી આંસુ આગ બને છે...શ્વાસોની સરગમ ત્યારે આના સૂર છેડે છે.
પણ જો ભૂલવાની કળા શીખી લઈએ તો?
ચોક્કસ...ભૂલવું એ પણ આવડત માંગે છે! ભૂલીને હળવા ફૂલ બનો!
પણ હાય! ક્યારેક!
‘અંતરની અમાસ ઝંખે યાદો કેરા દીવડા!'
For Private And Personal Use Only
૧૯