________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમને કોણ છેતરે છે! પર
ગત અને અનાગતની વચ્ચે સોયની અણી જેટલો વર્તમાન આપણી પાસે હોય છે. વર્તમાન ક્ષણની વાત કરીએ છીએ ત્યાં તો એ ભૂતકાળમાં તબદીલ થઈ જાય છે. ભૂતકાળ પ્રત્યેક પળે વધુ ને વધુ સમૃદ્ધ બનતો જાય છે, જ્યારે વર્તમાન દરેક પળે પીગળે છે. ઓગળે છે. પળની ખરતી પાંદડીઓ સાથે કાળનું કુસુમ પોતાની નજાકત પ્રગટ કરતું રહ્યું છે!
સમય કેટલો બધો છેતરામણો છે! સરી જવું, વહી જવું, સરકી જવું એ જ તો સમયનો સ્વભાવ છે! આપણે સ્વસ્થ બનીને વહી જતા સમયને નીરખી નથી શકતા. માટે તો સમય આપણને છેતરી જાય છે.
સમયના હાથે વારે ઘડીએ છેતરાતા આપણે પાછા ફરિયાદ કરીએ છીએ કે સમય નથી મળતો! પણ દોસ્ત! સમયને કોણ મળે છે? છે તમારી તૈયારી સમયને મળવાની?
વિચાર પંખી
For Private And Personal Use Only