________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િચાલો...સુખની શોઘમાં!
તમે કાંઈક શોધી રહ્યા હો એવું લાગે છે? શું શોધો છો? સુખને શોધો છો?
અરે.. પણ સુખ તો બિલકુલ તમારી પાસે જ છે. પછી શા માટે શોધો છો? સુખનાં ફૂલો તમારી નિકટમાં જ ખીલેલાં છે. પણ તમે એ ફૂલો તરફ નજર સુધ્ધાં નાખતા નથી!
કદાચ તમને સુખ “ઇન્સ્ટન્ટ' જોઈએ છે. દરેક સુખનાં સાધનોને ઝંખે છે...દરેકની નજર Room at the top પર ફરતી રહે છે.. પણ હાય! “ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઇ જિંદગી!” સુખનાં ફૂલો ખીલવવા જતાં ક્યાંક દુઃખની શૂળ ન વાગી બેસે! નહીંતર પછી કહેશો. સુખનાં સરોવર સુકાઈ ગયાં ને ઊગ્યાં દુઃખનાં ઝાડ
પહેલાં સુખને સમજી લો. પછી એની તલાશમાં નીકળો, નહીંતર સુખ પાસેથી પસાર થવા છતાંય તમે સુખ નહીં મેળવી શકો!
વિચાર પંખી
For Private And Personal Use Only