________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન સંદેશ
અલખના આરાધક ગોરખનાથ ગાય છે :
મન મેં રહિણા, ભેદ ન કહિણા,
બોલીબા અમૃતવાણી આગલા અગ્નિ હોઈબા અવધુ,
આપણ હોઈબા પાણી! મનની વાત મનમાં રાખો. જાહેર ના કરો. બોલો તો મીઠું-મધઝરતું...કદાચ સામેનો માણસ ધખેલો અંગારો બનીને દઝાડે તો આપણે શીળા પાણી થઈને એને શાંત કરી દેવો!
ગોરખ કહે સુણસુરે અવધુ, જગ મેં એસે રહિણા આખે દેખિબા, કાને સુણિબા, મુખતે કછુ ન કહિણ... ગોરખનાથ સાદ દે છે..અવધુ...આતમ. દુનિયામાં રહેવાની કળા શીખી લે... દુનિયાદારીમાં રહીને પણ દુખાવું કે દુભાવું નહીં. એ માટે આંખે જોવું...ભલે, કાનથી સાંભળવું ખરું પણ મોટેથી બોલવાનું નહીં! જોઈએ-સાંભળીએ તેટલું કહેવાનું નહીં!
યે જગ હે કાંટે કી બાડી, દેખી દેખી પદ ધરણા આ દુનિયા તો કાંટાની વાડ જેવી વાટ છે...માટે જોઈ જોઈને પગ મૂકવાનો.... બહુ સમજી વિચારીને જગતમાં જીવવું!
વિચાર પંખી
For Private And Personal Use Only