________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલો, સુઘરીએ
દુનિયાને ઘડવાના મનોરથો સેવનાર માણસને મોટા ભાગે દુનિયાદારી જ ઘડી નાંખે છે! બીજાને સુધારવાની વેવલી વળગણો વેંઢારનારા આપણે જાતે જ સુધરી જઈએ તો? પણ હાય! આપણી નજર મોટા ભાગે બીજા પર જ મંડાયેલી રહે છે...
"We all are other-oriented." બીજાની નાની અમથી ભૂલ પણ આપણને અસહ્ય ભાસે છે.. ખેંચે છે. જ્યારે આપણી પોતાની ભૂલોની ભૂગોળ તરફ આપણને આંખમિચામણાં કરતાં ફાવી. ગયું છે! એક વાત ન ભૂલવી જોઈએ કે જીવનની શરૂઆત જાતથી થાય છે! જાતની ભાતને ભાતીગળ બનાવવાનું શીખી લઈશું તો જીવન આખું ઝળહળતું ને જીવંત લાગશે. જાતને ભૂલીને જગતની જંજાળમાં જ અટવાઈ જઈશું તો જીવન આખું કડવું વખ બની જશે! જીવનને અમૃત બનાવીએ અને એના એક એક ઘૂંટને “સીપ' કરીએ... જીવનનો રસ જીવનની અંતિમ ક્ષણ સુધી, શ્વાસની છેલ્લી સરગમ સુધી માણવાનો છે.
जिन्दगी अमृत है, मेरे राजा! इसे ढोलो कम, पीओ ज्यादा।
વિચાર પંખી
For Private And Personal Use Only