________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ સાવ સાગા પંથસૂત્ર) .
તમામ સમસ્યાઓનું મૂળ છે અપેક્ષા! તમામ જાતનાં દુઃખોનું મૂળ છે અપેક્ષા!
સુખી થવાનો સાર્ચ } સારો ને સાદો રસ્તો છે અપેક્ષાઓથી અળગા બનવાનો! આપણે બીજાની પાસેથી કેટલી બધી અપેક્ષાઓ રાખી છીએ? આપણે માંગીએ છીએ પઠાણી અદાથી. અને જ્યારે કોઈ કાંઈ નથી આપતું.. કે નથી મળતું ત્યારે પછી ભીતરમાં દુ:ખની ચિનગારી ભડફવા માંડે છે! માટે
અપેક્ષા-આકાંક્ષાઓના અડાબીડ જંગલમાં અટવાઈ ના જાવ! કલ્પનાઓ કામનાઓના કાટમાળ નીચે દટાઈને જીવનને ગૂંગળાવી ના નાંખો!
ન રાખ આશ, કદી કોઈ પાસ
પછી તને કોણ કરી શકે નિરાશ?” માંગવાનું છોડો, તમને સુખ આપોઆપ મળશે, અપેક્ષાઓ ઓછી કરો, આકાંક્ષાઓ અળગી કરો, સુખ તમને શોધશે!
વિચાર પંખી
For Private And Personal Use Only