________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિંદગી – સજા કે મજા?
જુઓને, કેવું નાનું અમથું આપણું જીવન છે?
જાણે ખીલેલા ગુલાબની પાંદડી પર આવીને ચૂપચાપ બેસી ગયેલું ઝાકળ બિન્દુ! ક્યારે ખરી પડે... કાંઈ કહેવાય નહીં!
જીવની કહાણી પણ કાંઈક આવી છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હજુ આંખો ઊઘડે ના ઊઘડે ત્યાં પલકો સદાના માટે બિડાઈ જાય!
હજુ શ્વાસની સરગમ પર જીવનનું ગીત વણાય ના વાય ત્યાં એ સરગમ જ તૂટી જાય! નંદવાઈ જાય!
ફૂલ હજુ કળીમાંથી ખુશબો બનીને મહેંકે ત્યાં એને મૂરઝાઈ જવું પડે!
હજુ કાળાં-ભમ્મર વાદળાં ધરતી પર વરસવા માટે ભેગાં થાય ત્યાં પવનના સુસવાટા એને વેરવિખેર કરી મૂકે!
८
હજુ દીવડાની જ્યોતિ જલે ન જલે...ત્યાં હવાની એક આછી લહેરખી એ જ્યોતને બૂઝવી જાય!
હજુ ઊંઘના ઉંબરે શમણાં ઊતરીને પાંપણમાં સંતાય ત્યાં તો આંખ ઊઘડી જાય!
હજુ સૌંદર્યનાં સતરંગી સોણલાં આંખ્યુમાં અંજાય ન અંજાય ત્યાં તો નૈન નિમીલિત બની જાય!
બસ, આવું છે જીવન!
પણ બે પળની મજા...પાર વગરની સજા!
For Private And Personal Use Only
વિચાર પંખી