________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનો પણ, જવું છે કયાં?
ક
જરી રોકાઈ જાવ! Please, wait just a minute!
ક્યાં જઈ રહ્યા છો? જરી તો વિચારો! ક્યારનાયે ચાલ્યા જ કરો છો! અરે, ચાલતા નથી પણ દોડ્યું જ જાવ છો.. જુગજુગથી! પણ ક્યાં? એ વિચાર્યું છે ક્યારેય? ક્યાં જવા માટે નીકળ્યા છો? ચાલી-ચાલીને ક્યાં પહોચવું છે? દોડી દોડીને ક્યાં જવું છે? પહેલાં મંઝિલ તો નક્કી કરો. પહેલાં લક્ષ્ય નિર્ધારિત કરો... યાત્રા આપોઆપ આરંભાઈ જશે... મંઝિલ વગર તમે ચાલ્યા જ કરશો તો પહોંચશો ક્યાં? જ્યાં જવાનું છે ત્યાં નહીં પહોંચાય અને રસ્તાઓમાં અટવાઈને જિંદગી પૂરી થઈ જશે! બહુ સમજવાની જરૂર છે.
“નામ ન જાનું ગાંવકા, બિન જાને કિત જાઉં?
ચલતે ચલતે જુગ ભયો, દો કોસ પર ગાંવા” પાસે જ મંઝિલ હોય... આપણી બાજુમાં થઈને જ આપણું લક્ષ્ય સરકી જાય... છતાંયે આપણને ખબર નહીં પડે ને આપણે એને ખોળવા માટે ખાંખાંખોળા કર્યા કરીશું!
કદમ ભરતાં પહેલાં જ વિચારી લો કે તમારે ક્યાં જવું છે અને તમારી કઈ દિશા છે?
વિચાર પંખી
For Private And Personal Use Only