________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ લાવો, તમારો હાથ! ક્ષિી
દુનિયામાં મજેથી જીવવું હોય તો એક કામ કરો! દોસ્તોની મૂડી વધારો! દોસ્તની દોલત એકઠી કરો... જેટલા દોસ્ત વધશે તમારું દિલ એટલું જ ભર્યુંભર્યું રહેશે અને દિલ જો સભર તો જિંદગીની સફર ખુશીથી તરબતર!
હૈયાની ધરતી પર મૈત્રીનો મબલખ પાક પેદા કરો.. પણ સબૂર! દોસ્ત, એ માટે હૈયાને કૂણું બનાવવું પડશે.. કોમળ કરવું પડશે. પોચા હૈયામાં જ પ્રેમનાં ફૂલો ખીલી શકે છે.
એ માણસ કેવો ગરીબ છે કે જેને કોઈ મિત્ર નથી! જેનો કોઈ દિલોજાનદોસ્ત નથી!
અલબત્ત, દોસ્તીની દુનિયામાં ડગલું મૂકતાં પહેલાં આકરી કિંમત ચૂકવવી પડે છે.. સ્વાર્થના શણગાર સજવા પડે છે.. સ્વાર્થવિહોણું હૈયું જ મૈત્રીનાં ગીત ગાઈ શકે! સ્વાર્થની શતરંજ પર દોસ્તીના દાવ ન ખેલી શકાય!
'सांस का पिंजरा किसी दिन टूट जायेगा,
हर मुसाफिर राह में ही छूट जाएगा, हर किसी को प्यार कर लो, प्यार लो सब का, क्या पता कब प्यार का घट फूट जायेगा?'
વિચાર પંખી
For Private And Personal Use Only