________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ પડી ભલે જાવ, પડ્યા ના હો! સિ
રસ્તે ચાલતાં ઠોકર વાગે ને માણસ પડી જાય. એ તો જાણે સમજ્યા! પણ જો સમજુ માણસ હોય તો ધૂળ ખંખેરીને ઊભો થઈ જાય. કદાચ જરીક વાગ્યે હોય તો એને પંપાળીને પડ્યો ન રહે! પાટાપિંડી કરીને ચાલે. જીવનના રસ્તે ચાલતાં ક્યારેક આપણે પડી જઈએ...ઠોકર વાગી પણ જાય... પણ, એટલામાત્રથી પડ્યા ન રહેવાય! પડવામાં નાનમ નથી...પડ્યા રહેવામાં નાનમ છે...પતનની પળોમાં જ જાતનું જતન કરીએ તો.જીવન રતનની જેમ ઝળહળી ઊઠે... સમજી રાખો દોસ્ત! જે ચાલે છે તે જ પડે છે..આથડે છે... પણ મંઝિલ પણ તો એને જ મળે છે ને? બેસી રહેનારા કંઈ આગળ નથી વધી શકતા! આગળ તો એ વધે છે કે જે ગતિશીલ છે. જેનાં કદમોમાં ગતિ છે...પ્રગતિ એની પાસે સરકી આવે છે.
My Friend,
don't cry but again and again try! 'शमा परवाने को जलना सिखाती है सांझ सूरज को ढलना सिखाती है
गिरनेवाले को कोसते हो क्यों? ठोकरें इन्सान को चलना सिखाती है।'
વિચાર પંખી
For Private And Personal Use Only