________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિકામનાઓનો કાટમાળ થી
ઈશાક સિગટ (નોબલ પારિતોષિક વિજેતા) એક બહુ મહત્ત્વની વાત કરે છે : ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ જ કરકસર કરી છે...પણ એષણાઓ - કામનાઓ અને મોહાંધતા આપવામાં પાછું વળીને જોયું નથી! પાછી – એષણાઓ - આકાંક્ષાઓ કે મોહાંધતા એટલા મજબૂત પ્રમાણમાં આપી છે કે,
માનવી બુદ્ધિની બાબતમાં સાવ મૂરખ હોય પણ કામનાઓની બાબતમાં કરોડપતિ બની જાય છે. કામનાઓ જો સીમામાં હોય...
એષણાઓ જો અસીમ ના બને તો તો જીવન બહુ જટિલ નથી બનતું. પણ એવું બનતું નથી. માણસજાત અટવાઈ જાય છે એષણાઓના જંગલમાં! માણસ માત્ર કટાઈ જાય છે કામનાઓના કાટમાળ તળે દટાઈને!
૧૩૬
વિચાર પંખી
For Private And Personal Use Only