________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમજવા જેવું...
પોતાની જવાબદારીઓમાંથી છટકી જવું તદ્દન સહેલું છે...પણ જવાબદારી પ્રત્યે લાપરવાહ બનવાથી જે પરિણામ આવશે એમાંથી છટકવું શક્ય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠવાડિયાના છ દિવસ બાવળનું વાવેતર કરતાં આપણે સાતમે દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાંટા નહીં આપતા!
હૃદયમાં જો ઉદારતા નથી તો સમજી લેજો કે :
બહુ ખરાબ પ્રકારના હૃદયરોગના તમે શિકાર બન્યા છો.
‘બીજાઓ મારા માટે શું ધારે છે?' એવા વિચારોના વમળમાં નાહક તમે અટવાઓ છો! બીજા લોકો પણ કદાચ એવું જ વિચારતા હશે કે ‘તમે એમના માટે શું ધારો છો?’
વિચાર પંખી
તમે તમારી જાતને ઈમાનદાર બનાવો...તમે તમારી જાતને પ્રામાણિક બનાવો...આસપાસની ચિંતામાં ના ગૂંચવાઓ! પોતાની જાત સિવાય બીજા કોઈથી આપણે છેતરાતા નથી!
For Private And Personal Use Only
૧૩૫