________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારો...
પોતાની જાત પાસેથી કામ લેવા માટે બુદ્ધિનો-દિમાગનો ઉપયોગ કરવો જોઈએ. પણ બીજા પાસેથી કામ લેવા માટે હૃદયનો..હૃદયમાં રહેલી લાગણીઓનો સાથ લેવો એ જ ઉચિત છે.
કટુ શબ્દોના કાંટા કે અળખામણી વાતોના બાવળ તો આપણી જીભ પર જલદી ઊગી નીકળે છે...પણ મીઠા શબ્દોનાં ફૂલો તો માવજત કરીને ખીલવવાં પડે છે!
૦ ૦ ૦ બીજા કોઈનું સારું સાંભળે ત્યારે જે માણસ શંકા અને સંદેહ વ્યક્ત કરે.... અને બીજાનું ખરાબ કે બૂરું સાંભળીને જે માણસ એ માની લે... એવા માણસોથી સાવધાન રહેવા જેવું છે.
જે વિચારે ઓછું તે બોલે વધુ... જે વિચારે વધારે તે બોલે થોડું... વિચારશક્તિને વધાર વચનશક્તિ આપોઆપ ખીલી ઊઠશે.
૧૩૪
વિચાર પંખી
For Private And Personal Use Only