________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સરળ બનો...
બીજાઓ સમક્ષ અંચળો ઓઢીને વ્યવહાર કરવાની આપણને આદત પડી ગઈ છે, એ આદત જો વધુ ને વધુ સતત સખત બનતી જશે તો કદાચ આપણે આપણી જાત સમક્ષ પણ નિર્દભ અને નિખાલસ નહીં બની શકીએ!
-
વિચાર પંખી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે માણસ જાત સાથે પણ નિષ્કપટ ના રહી શકે એ માણસનું અંતઃકરણ દૂષિત અને દોષિત જ રહેશે.
એક મજાની ફ્રેન્ચ કહેવત છે :
‘નિષ્કલંક - નિખાલસ અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકે નથી.’
નિખાલસ બનો.
સાલસ બનો.
દંભ તો દાવાનળ છે, જીવનને જલાવીને રાખ બનાવી દેશે દંભથી બચો.
For Private And Personal Use Only
૧૩૩