________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A CHALLENGE MEET IT
જીવન એક પડકાર છે... “ચેલેંજ છે! પડકાર ઝીલી લેવાની ક્ષમતા કેળવવાની છે. જે લોકો જિદગીને પડકાર નથી માનતા. તેઓનું જીવન શુષ્ક અને સુસ્ત હોય છે! જ્યારે કોઈ આપણને પડકાર ફેંકે “ચેલેંજ' આપે ત્યારે કંઈક કરી બતાવવાનું મન થાય! પડકાર તમારા ખમીરને ઢંઢોળે છે... નાહિંમત માનવીઓ પડકારના પ્રહારો નથી ખમી શકતા... એ તો તૂટી જાય છે, તરડાઈ જાય છે! જિંદગીના એક એક ક્ષેત્રની ચુનૌતીને પહોંચી વળવાની તૈયારી - કરીને જ જીવનના પંથે આગળ વધવું જોઈએ. પડકાર પ્રાણમાં જોશને પૂરે છે અને જીવંત રાખે છે! જિંદગીને પડકાર માનીને જીવો! જીવનને “ચેલેંજ' સમજીને આગળ વધો!
પડકારમાં ખુમારીનો ખળભળાટ હોય
બીમારીનો બડબડાટ નહીં! પડકારમાં કરી લેવાનો રણકો હોય
નામર્દાઈનો છણકો નહીં! ‘ઑલિમ્પિક્સ' રમતના ૩ મૂળ મંત્રો જિંદગીના પડકારની પિછાણ કરાવે છે. ૦ સીટીયસ' - પહેલાથી વધારે તેજ ૦ એલટીયસ' - પહેલાથી વધારે ઊંચા ૦ ફોરઠીયસ' – પહેલાથી વધારે શક્તિશાળી દિવસે દિવસે શું પ્રતિક્ષણે પડકારોને પહોંચી વળવા માટે કટિબદ્ધ બનો! ચેલેંજ” ને “ઍકસેપ્ટ' કરો. Daring Personality કેળવો... નાની અમથી અસફળતાથી અકળાઈને અમળાઈ ન જાવ! કે મોટી સફળતાથી અંજાઈ ના જાવ!
વો હી કારવાં, વો હી જિંદગી વો હી રાસ્તે, વો હી મહિલે મગર અપને અપને મુકામ પર
કભી તુમ નહીં કભી હમ નહીં!' વિચાર પંખી
૧૨૭
For Private And Personal Use Only