________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS AN OCEAN DIVE INTO ITS
દરિયો! ઊછળતો ને ઊભરાતો દરિયો! જિંદગી સાગર છે દોસ્ત! અફાટ જળરાશિને જિગરમાં સમાવીને જીવતા દરિયાની તાસીર જેવી જ છે જિંદગી તમારી ને મારી!
દરિયો હોય એટલે ભરતી આવે ને ઓટ પણ આવે! જિંદગીમાં પણ બઢતી આવે ને ખોટ પણ જાય!
ક્યારેક આભ ઊંચાં મોજાં ઉછાળે...તરતી હોડીઓ કે જહાજોને પછાડી દે એવા ઘુઘવાટા કરતાં તોફાની તરંગો ઊઠે... અને ક્યારેક શોત... ધીર... આસ્તેથી આવીને કિનારાની રેતી પર છવાઈ જતા શરમાતા... સંતાતા તરંગો પણ ઊઠે..કારણ દરિયો છે ને! જિંદગીના સાગરમાંયે દુઃખની ઓટ ને સુખની. ભરતી આવ્યા જ કરે!
એક વાત સમજી લેજો...દરેક ભરતી પોતાની સોડમાં ઓટને લઈને આવે છે! સુખનાં ફૂલો ખીલ્યાં એટલે દુઃખના કાંટા સાથે ઊગવાના જ! સુખનો ચાંદો ઝળક્યો ને છલક્યો કે દુઃખનાં કાળાં ભમ્મ વાદળાં ધસી આવ્યાં સમજો!
છતાંયે Friend...મોતી પણ તો દરિયાના પેટાળમાં જ પાકે છે! મોતી મેળવવા... સાગરમાં ઊતરવું પડે છે! જિંદગીના અર્કને મેળવવો હશે તો ઊંડે...ખૂબ ઊંડે ઊતરવું પડશે!
મરજીવા બનીને જીવો દોસ્ત! માછીમાર બનીને નહીં! દરિયાની સફર તો બંને કરતા હોય છે! બોલો તમે કોણ?
જા ભલે અંધાર ઘેર્યા આભમાં તેજ કે જ્યોતિ વિના આવીશ ના,
ડૂબવું જો હોય દિલમાં ડૂબજે પણ પછી મોતી વિના આવીશ ના'
૧૨૮
વિચાર પંખી
For Private And Personal Use Only