________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A CHESS WIN IT
દોસ્ત, ક્યારેય ‘ચેસ રમ્યા’ છો? હાં... હાં... ‘શતરંજ ની જ વાત કરું છું! બહુ બુદ્ધિ અને એકાગ્રતાની આકરી કસોટી કરે એવી કેટલીક રમતોમાંની એક રમત છે ‘ચેસ!' રાજમહેલના રંગમોલથી માંડીને ફૂટપાથના પાટિયે ઘણી વખતે શતરંજના ઘોડા કૂદતા જોવા મળે છે! તમને ખબર છે ‘ચેસ’રમવા માટે ચાર વાર્તા ખૂબ જ અગત્યની છે?
1. Observation
2. Plan
3. Defence
4. Attack
રમતના પ્રારંભમાં બહુ સાવધાનીભર્યું નિરીક્ષણ કરવું પડે છે ‘ચેસમાં’! સામી વ્યક્તિના આખા ‘પ્લાન'ને કલ્પના-શક્તિથી સમજી લેવો પડે છે. જામેલા પથરાયેલા ‘ચેસ બૉર્ડ' પર સામી વ્યક્તિની બાજી કેવી રીતે ગોઠવાયેલી છે એની સ્પષ્ટ તાસીર સમજી લેવી પડે છે ત્યાર બાદ કેવી રીતે સામી વ્યક્તિને ‘ચેક' આપીને સંકજામાં લેવો અને ‘ચેકમેટ' કરી દેવો, એનો પ્લાન કરવો પડે છે. આડેધડ ઘોડાને કૂદાવાય નહીં કે પ્યાદાને દોડાવાય નહીં! ‘પ્લાન’ કરતી વેળા ચોકસાઈ કરવી પડે છે... પ્લાન કરતી વખતે કેવળ સામાને ભીંસમાં લેવાનો વિચાર કરતાં પહેલાં આપણું ‘ડિફેન્સ-રક્ષણ' કરી લેવું' પણ જરૂરી બને છે... એ માટે ‘કેસલિંગ' કરીને રાજાને સુરક્ષિત બનાવી દેવો પડે છે. ‘કેસલિંગ’ કર્યા પછી પણ રાજા ‘ચેકથી' બચે એની તકેદારી રાખવી પડે છે, આટલું કરી લીધું... બસ, પછી પૂરા જોર શોરથી આક્રમણ કરીને સામાને ઘેરી લેવાનો! ‘શતંરજનો’ તાજ તમારા માથે!
(નિરીક્ષણ)
(આર્યજન)
(રક્ષણ)
(આક્રમણ)
જિંદગીનું પણ બિલકુલ આવું જ છે દોસ્ત! કાંઈ પણ નિર્ણય કરતાં પહેલાં નિરીક્ષણ બહુ મહત્ત્વનું છે... આપણી શક્તિ સંજોગો અને આસપાસના વાતાવરણને મૂલવીને / તપાસીને પછી જીવનનો ‘પ્લાન' કરો, ધ્યેય નક્કી કરો, ક્યાં જવું છે, એનો નિર્ણય કરો પણ સબૂર! સમાજની સાથે/સામે સંઘર્ષોનું બ્યૂગલ વગાડતાં પહેલાં જાતને સુરક્ષિત કરી લો... આક્ષેપો/સંદેહ
૧૨૪
વિચાર પંખી
For Private And Personal Use Only