________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
CINE
@
LIFE IS CRICKET PLAYIT
ક્રિકેટ! બહુ જાણીતો ને કદાચ બહુ ગમતો શબ્દ લાગે છે ને? જ્યારે ક્રિકેટની સીઝન હોય ત્યાર પછી બીજું બધું થંભી જતું હોય છે! પણ તમને ખબર છે ને દોસ્ત કે જિંદગી એ પણ ક્રિકેટ છે! હા, બિલકુલ ક્રિકેટ! Come on, દુનિયાના મેદાન પર જિદગીની ક્રિકેટ રમીએ! પણ જો જો.. ખેલદિલી ખોઈ ના નાંખશો રમતમાં! પરમાત્મા આપણા “અમ્પાયર' છે. કર્મોની કાતિલ બૉલિંગ સામે આપણે કર્તવ્યની જાનદાર ને ઝમકદાર બેટિંગ કરી લેવાની છે! ઉમરની પીચ” ક્યારે ટર્ન લે એ કાંઈ કહેવાય નહીં! એકાદ ભૂલ કે વિવશતાના
સ્પોટ' પર બૉલ એવો “મૂવ થાય કે ફટકો ક્યાં મારવો એની મથામણમાંથી બહાર આવીએ ત્યાં તો “ક્લીન બોલ્ડ'! અવસર, મહેનત અને નસીબના ત્રણે ત્રણ સ્ટમ્પ' ઊખડી જાય! વળી ક્રોધ... માન... માયા... લોભની “ફોર સ્લીપ અને રાગ દ્વેષની ‘ગૂગલી કે પછી કામનાઓના કવર પૉઈન્ટ”, મહત્ત્વાકાંક્ષાઓના 'મિડ ઓન મિડ ઓફ ને સુસ્તીના “સલી પૉઈન્ટ' ના ઘેરવામાંથી સંજોગોના બૉલને જો આબાદ પાસ કરી નાંખ્યો તો તો સફળતાનો ચોક્કો કે સિદ્ધિનો છક્કો લાગી ગયો સમજો! પણ સબૂર! દોસ્ત ખબર છે ને? બેટિંગ બે રીતે કરાય... એક તો બૉલથી જાતને બચાવવા માટે બૅટનો ઉપયોગ કરાય (Defensive) જેમકે રાહુલ દ્રવિડ કે ચંદર પોલ! અને બીજી રીત છે કર્તવ્યના બેટથી સંજોગોના બૉલને ફટકારે રાખવાનો (Offensive) વીરેન્દ્ર સેહવાગ કે ડી' વિલિયર્સ પંસદગી તમારી તક ફરી મળતી નથી... “લુઝ' બૉલ કે ફૂલટોસ બૉલ' ક્યારેક જ મળે છે! એકાગ્રતા ધૈર્ય અને સૂઝ ક્રિકેટ માટે બહુ જરૂર છે! જીવનમાં પણ આ ત્રણ વાતો મહત્ત્વ ધરાવે છે! તમે સફળતાના “સેચુરી બેટ્સમેન પણ બની શકો!
અને શૂન્ય રન પર આઉટ” પણ થઈ શકો.......
પસંદગી તમારી!
વિચાર પંખી
For Private And Personal Use Only