________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
૧૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A BOOK READ IT
=
જીવન તમારું હોય કે મારું... એ છે એક પુસ્તક! અલબત્ત, વાંચવાની આવડત જોઈએ! પુસ્તકોનાં પાનાં વચ્ચે કીડા બનીને ઘૂમનારા ઘણા લોકો જીવન – કિતાબને વાંચવામાં નિષ્ફળ નીવડે છે! જિંદગીનું પુસ્તક વાંચવા માટે ભીતરની આંખો ઉઘાડી જોઈએ! એક એક દિવસ આ કિતાબનાં પૃષ્ઠો છે. અકોર્સ - કોઈક પૃષ્ઠ પર ક્યારેક કોઈ શાહી વગેરેનો ધબ્બો પણ લાગેલો હોઈ શકે. પણ એનાથી કંઈ પુસ્તક આખાને ફેંકી ન દેવાય! જીવનમાં કદાચ એકાદ ભૂલનો દાગ લાગી ગયો હોય એટલા માત્રથી જીવનનો તિરસ્કાર ના કરી શકાય!
એક વાત કહી દઉં દોસ્ત કે...બીજાનું જીવનપુસ્તક વાંચવાનું મન થાય ત્યારે માત્ર એનું ઉપ૨નું કવર પેજ જોઈને મોહી ના પડતા...અંદરનાં પાનાંઓ પર પથરાયેલા વ્યક્તિત્વને પણ જોવાનો પ્રયત્ન કરજો, નહીંતર પછી પેલી ફ્રેન્ચ લેખિકાએ કહ્યું તેમ ‘ઘણા માણસો પરણે છે ‘પ્લેબોય’ ના કવર પેજ જેવી છોકરીને અને ઇચ્છે છે કે એ બાયબલના જેવી ટકાઉ હોય!' થશે?
'हर एक चेहरा यहाँ खुली किताब है दिलों का हाल किताबों में क्या ढूंढते हो?"
For Private And Personal Use Only
વિચાર પંખી