________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A DREAM REALISE IT
ક્યારેય નમણાં શમણાંના ઝરણામાં જાતને ઝબોળી છે? શમણાની રંગીન દુનિયાની સફર માણવા જેવી હોય છે. પણ દોસ્ત... શમણાં ક્યાંક ભ્રમણા ન બની જાય...!
વિચાર પંખી
કાચાં સપનાં શા ખપનાં? સપનાં સાચાં જોઈએ, નીરખેલા ખ્વાબની વાતો મીઠી લાગે... મધુરી લાગે... પણ એ ખ્વાબ જો સાકાર ના બને તો શા કામના?
જિંદગી એ સ્વપ્ન છે તો આપણે એ સ્વપ્નને સાકાર કરવાનું છે. રાત ભલે શમણાં જોવા માટે હોય પણ એને સફળતાનો શણગાર આપવા તો દિવસ જ જોઈએ... શમણાં જુઓ પણ સાચાં જુઓ! નહીંતર શમણાં જોયા કરશોને આંખો ને આંસુથી ધોયા કરશો!
પછી એમ ના કહેતા કે!
શોધી શકશો ઘર તમે મારું તરત સાત સપનાનું સૂકું તોરણ હશે...
For Private And Personal Use Only
૧૧૯