________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુબારક જન્મદિવસ! કી
આજે તમારી જન્મદિવસ છે!
આજનો દિવસ તમારા માટે દાડમની ખીલતી કળીના જેવો ઊઘડ્યો છે! Come on my friend, જુઓને... આજની ઉષા કેવી ઊજળી ઊજળી ભાસે છે. સૂરજ શરમથી લાલચોળ થતો સોડ છોડે છે ક્ષિતિજની!
જીવનનું નવું વર્ષ તમને અપૂર્વ હર્ષ! મધુરપ વેરે છે આજની સવારનો સ્પર્શ!
જીવનની કિતાબનું એક વધુ કોરું પૃષ્ઠ તમને મળ્યું છે આજના દિવસે! જોઈએ, તમે એમાં કેવું ચિતરામણ કરો છો? આડાઅવળાં લીટાં કરીને કે શાહીના ડાધડૂધી પાડીને કાગળ બગાડી પણ શકો અને સરસ મજાનું ગીત આલેખી શકો...રંગ અને રૂપની સૃષ્ટિ ઉતારી શકો! તમારા જીવનનું નવું સરસ : ૦ તમારા તનને સ્વસ્થતા આપે ૦ તમારા મનને સ્વચ્છતા આપે ૦ તમારા જીવનને સહજતા આપે એવી શુભ કામનાઓની સોણલાંભરી છાબ
તમારે નામ મારા જનાબ!
વિચાર પંખી
For Private And Personal Use Only