________________
Shri Mahavir Jain Aradhana Kendra
આ જીવન ખોવા માટે નહીં
www.kobatirth.org
વિચાર પંખી
જીવન જીવવા માટે છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ખોવાઈ ગયેલા આપણા આત્માને
ખોળી લેવા માટે છે...!
આ જીવન ઢસરડો કરીને પૂરું કરવા માટે નહીં પણ જિંદાદિલીથી જીવવા માટે છે...! આ જીવન ઊંઘવા માટે નહીં પણ ઊંઘી ગયેલા
આપણા આત્માને જગાડવા માટે છે...!
આ જીવન છે :
નરમાંથી નારાયણ બનવા માટે...! જનમાંથી જૈન બનવા માટે..! જૈનમાંથી જિન બનવા માટે...! જીવમાંથી શિવ બનવા માટે..! સંસારીમાંથી સાધુ બનવા માટે...! આત્મામાંથી પરમાત્મા બનવા માટે...!
સુખ-દુઃખના સરવાળા માટે જિંદગી નથી...
જિંદગી છે :
અંધારામાં અજવાળું કરવા માટે!
For Private And Personal Use Only
૧