________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
જગ?
LIFE IS BEAUTY PRAISE IT
શું તમારી આંખો સૌંદર્યને શોધે છે...? પણ દોસ્ત... જિંદગી પોતે જ સૌંદર્ય છે.. એવું સૌંદર્ય કે જેનો રંગ ક્યારેય ફિક્કો પડતો નથી...કે ઊતરતો નથી!
શું સૌંદર્ય માત્ર ફેશનની પૂતળીઓના પાવડરથી રંગેલા ચહેરાઓ કે લાલીલિપસ્ટિકના લપેડા – થપેડામાં જ હોય છે એમ માનો છો? ભૂલો છો Friend! ત્યાં કદાચ સૌંદર્ય હશે તોય ઝૂરતું હશે. મરી ગયેલું ને માંદું માંદું સૌંદર્ય હશે.
ઉં હું... એવું સૌંદર્ય વળી શું જોવું હતું! જુઓ જરી જિંદગીના માસૂમ સૌંદર્યને! જિંદગીની એક એક પળ રૂપનીતરતી રાત જેવી છે. ચારે બાજુ. કુદરતની અદા... કુદરતની મહેંક...કુદરતનો કારોબાર કેવા નિશ્ચલ સૌંદર્યનાં સતરંગી સોણલાં વેરે છે..! ક્યારેક નિગાહો ફેરવીને જુઓ તો ખરા.. આ માસૂમ જિદગીની મનહર... મદભર સુંદરતાને..!
“ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે
પરિચિતોને ધરાઈ ધરાઈને જોઈ લેવા દો.. આ હસતા ચહેરા... આ મીઠી નજર મળે ન મળે”
વિચાર પંખી
૧
૭
For Private And Personal Use Only