________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
૧૧૬
LIFE IS A GOAL ACHIEVE IT
મંઝિલ વગરની મુસાફરીનો અર્થ શો?
દરેક યાત્રાનું એક ધ્યેય... એક લક્ષ્ય હોય છે, તો પછી જીવન લક્ષવિહોણું કેમ ચાલે? ધ્યેયવિહોણું જીવન મુર્દા જીવન છે... ગતાનુગતિક રૂઢિઓની વણઝારે વળગ્યા રહેવું ને ગૂંગળાતા... ગૂંચવાતા જીવવું એ શું જીવન છે...? ને એક આદર્શ જોઈએ આંખ સામે! નકશો બનાવો જીવનનો અને એ મુજબ સફર આરંભો! ભલે વર્ષોની વેલ પાંગર્યા કરે ને જનમોનાં જળ વહ્યા કરે... પણ લક્ષ્યને આંબવાનું છે જ. ગંગોત્રીની ગોદમાંથી નીકળતી ગંગા સાગરની સોડ શોધે છે. અથડાતી, કુટાતી...ક્ષીણ બનતી, વિસ્તીર્ણ બનતી... આફતોમાં આળોટતી... અંતે તો પહોંચે છે જ દરિયાની સોડમાં! તમારી તમન્નાઓનો તરવરાટ તમને કેડી ચીંધે... જંજીર ઝાંઝર અને એવી જિંદાદિલી જગાવો જિગરમાં!
લક્ષ્ય હો પૂર્ણાનંદનું! જીવન હો આત્માનંદનું!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उठाके आँख तो देखो कहाँ हो ?
नहीं है दोस्त, ये मंजिल, जहाँ हो
न बैठो हार कर, पोंछो पसीना उठो, संभलो अभी तो तुम जवाँ हो ।
't
For Private And Personal Use Only
વિચાર પંખી