________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A PUZZLE SOLVE IT
જિંદગી એક કોયડો છે... સમસ્યા છે...
અલબત્ત, દરેક કોયડાનો ઉકેલ એની ભીતર જ છુપાયેલો હોય છે. આપણને ઉકેલતાં આવડવું જોઈએ! દરેક સમસ્યાની સોડમાં જ સમાધાન સંતાઈને ઊભું રહેલું હોય છે, જો આપણી નજર એને ઓળખી શકે તો! પણ મોટા ભાગે ઉકેલવા જતાં ઊલટાના આપણે વધુ ગૂંચવાઈ જઈએ છીએ. કોયડાને ઉકેલતાં પહેલાં કોયડાને બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે.
જિંદગીને જરી બારીકાઈથી સમજી લો. ઉલઝનો આપમેળે સુલઝી જશે..ઉતાવળ ક્યારેક અણધારી અને વણમાંગી આફત નોતરે છે. શાંતિથી, સ્વસ્થતાથી જિંદગીના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરો. એ માટે"Right decision at the right moment' આ સૂત્ર સતત આંખ સામે રાખો. દરેક સમસ્યાની સોડમાં એનું સમાધાન સંતાયેલું હોય છે. પણ આપણે સમસ્યાની સામે જ તાકી રહીએ છીએ... આજુબાજુ જોઈએ તો કદાચ સમાધાન જડી આવે!
વિચારો નથી આવતા એક આરે સમાધાન શંકાનું શંકા વધારે...!”
વિચાર પંખી
૧૧૩
For Private And Personal Use Only