________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
S
LIFE IS A SPIRIT UTILISE IT
જિંદગી એક ઍનર્જી છે..
ઊર્જા છે...
શક્તિનો ધોધ છે! આપણે એનો વિધેયાત્મક ઉપયોગ કરી લેવાનો છે. સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે. ઊર્જાનો ઊછળતો દરિયો ક્યારેક બેકાબૂ પણ બની જાય! શક્તિનો ધોધ ક્યારેક ધાર્યા કરતાં વધુ તીવ્રતાથી વરસે છે. જો આ બધાંનો સાચો ને સારો ઉપયોગ કરી લેતાં આવડે તો જ આપણા વ્યક્તિત્વની સાર્થકતા છે. શક્તિને અવરોધી ના શકાય... અને પરિવર્તિત કરી શકાય... You can convert or transfer your energy but you can not suppress it...!
જિદગીની ઊર્જાનો ઉમદા ઉપયોગ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ! વારે વારે આ જીવન મળતું નથી, વિચારોની વણઝારમાં અટવાયા કરવાથી કશું જ વળતું નથી! જે કંઈ સાધન, જે કંઈ સુવિધા મળી છે તેનો સદુપયોગ કરી લઈએ! નહીંતર આ તો શક્તિ છે. સળગાવી પણ દે ને શણગારી પણ દે! પસંદગી તમારી!
Don't forget that : “You are a torrent of boundless energy.'
૧૧૪
વિચાર પંખી
For Private And Personal Use Only