________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
વિચાર પંખી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A STRUGGLE FIGHT IT
જીવન એટલે સંઘર્ષ... સતત સંઘર્ષ...
ક્યારેક શોક... ક્યારેક હર્ષ પણ... અવિરત સંઘર્ષ...!
જીવનનું ફૂલ સંઘર્ષની સોડમાં જ વધુ ખીલે છે... પમરે છે ને... મહેંકે છે...! આંધીના ગળામાં હાથ ભેરવ્યા વગર જિંદગી તમે શું જીવવાના હતા...? અહીં તો ક઼દમબકદમ માથે કફન બાંધીને જીવનારા જ જીવે છે... ‘સત્તર પંચા પંચાણું' ની દુહાઈ દઈ દઈને ગણતરીપૂર્વક ડગલાં ભરનાર શું જીવવાના હતા...? એ તો જીવશે તોયે મરવાના વાંકે...! એમનું જીવન એટલે તો માત્ર ઉંમરના ઉંબરે શ્વાસની આવનજાવન સાથે સમયના ફૂલો ખીલે ને ખરી પડે એટલું જ! બાકી જીવન એટલે તો સામી છાતીએ સંધર્ષોથી લડી લેવાની ખુમારી...! મોહતાજ કે માયૂસીના પડખામાં સંતાતી બીમાર ને બિસમાર જિંદગી એ કંઈ જિંદગી છે?
'जो चट्टानों को चटका दे रवानी उसको कहते हैं जो दिल पर नक्श हो जाय कहानी उसको कहते हैं
नही मालूम है तुझको करिश्मा कैसा होता है ? उलट दे जो हिमालय को जवानी उसको कहते हैं ।
For Private And Personal Use Only
૧૧૧