________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS AN OPPORTUNITY TAKE IT
આ માનવીનું જીવન સુવર્ણ તક છે... સોનેરી અવસર છે... એનો ઉપયોગ કરી લઈએ. મિત્ર! શી ખબર....આ પળો ફરી સાંપડે કે નહીં..? તકદીરના ભરોસે બેસી રહેનારા તકનો લાભ ઉઠાવી નથી શકતા.. અનંત, અસીમ જન્મોમાં જે મોકો આપણે નથી મેળવી શક્યા... એ આજે અનાયાસે મળ્યો છે તો એને માણી લઈએ...
ગયેલો સમય અને વહેલાં નીર પાછાં વળતાં નથી.... વિચારોની વળગણો ખંખેરીને કાંઈક નક્કર પગલું ઉપાડો, દોસ્ત.. પ્લાનિંગ કે આયોજન અહીં ફિક્કાં પડે છે, અહીં તો એ જ જીતે છે જે સમયની સરગમ પર બફિકીનું ગીત છેડી શકે...! ને કિસ્મતના ઘડવૈયાને કહી શકે.
મેં કદી માંગી નથી જગમાં યુગોની જિંદગી, કોઈ યુગને સાંપડે એક એવી ક્ષણ મળે.'
“ખોટી તું રકઝક ના કર જિંદગી પર શક ના કર
એ ફરી નહીં આવે તું જતી આ તક ના કર.”
૧૧૦
વિચાર પંખી
For Private And Personal Use Only