________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મંઝિલ શોધે મુસાફરને...
ચતુર્દશી... અને ચાર મહિનાના ચાતુર્માસની ચહલપહલ ભરી પૂર્ણાહુતિ! જો કે ક્યાં કશું પૂર્ણ થાય છે?... એક સંપૂર્ણતા અન્ય અપૂર્ણતાને ઉજાગર કરે છે...જીવન તો ચાલ્યા કરે છે...સમયના વિભાગો માનવજાતે રચેલા છે. કાળના પ્રવાહમાં તો એક સરખી ગતિ છે!
૧૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજના દિવસને ‘વૈકુંઠ ચતુર્દશી' પણ કહેવાય છે. જી હાં! જો ચાર મહિના આરાધના... ઉપાસના... સાધનાના સહવાસમાં વિતાવ્યા હશે તો ચોક્કસ, વૈકુંઠ આપણી પાસે... સાવ સમીપમાં છે....! વૈકુંઠ...જેમાં કોઈ કુંઠા નહીં... એ જ વૈકુંઠ! એ વૈકુંઠ પણ અહીં ઉતારી શકાય છે...! આપણું જીવન જ વૈકુંઠ બની જાય, જો કુંઠાઓની કારમી કાગારોળથી આપણે અળગા રહી શકીએ! જીવનને કુંઠિત ના કરો...! કુંઠિત બનશો તો વિકાસની ક્ષિતિજો ધૂંધળાઈ જશે... ઉન્નતિનાં શિખરો નિરાશાના ધુમ્મસમાં છુપાઈ જશે...!
=>
For Private And Personal Use Only
વિચાર પંખી