________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિર જ્ઞાનથી ઝળહળ બનીએ
આજે જ્ઞાનપંચમી છે!
સમ્યગુ જ્ઞાનની આરાધના-ઉપાસના કરવા માટેની પ્રેરણા આજના દિવસની એક એક ક્ષણ આપણને સંભળાવે છે.
જ્ઞાનનો અજવાસ જો માણસ પાસે ના હોય તો જીવનના અંધારભર્યા એ પંથે એકાદ ડગલું યે ન મૂકી શકાય! જ્ઞાન એ તો દીવો છે. જે જીવનને ઝળહળતું કરી દે સાચી સમજણ જે આપે તેને જ જ્ઞાન કહેવાય!
જે જ્ઞાન જીવનને અજળાળે.. જીવનને સંસ્કારોથી શણગારી દે એ જ સાચું જ્ઞાન કહેવાય! આજે તો જ્ઞાનના નામે અજ્ઞાનની અડાબીડ આંધળી દોટમાં લોકો દોડી જાય છે.
આજે લાભ પાંચમ પણ છે. લાભ! શેનો લાભ? જીવન જો પાપોના શાપથી મુક્ત બને તો જ ખરેખરો લાભ મળ્યો કહેવાય! આવો લાભ સમ્યજ્ઞાન મેળવવાપામવા પરમાત્માની પ્રાણભરી પર્યાપાસના કરવી પડે!
આજનો દિવસ એટલા માટે જ છે!
માત્ર જ્ઞાનનાં દર્શન – પૂજન કરીને ઇતિશ્રી ન સમજી લેતા! આજે સમય મેળવીને જ્ઞાનભંડારો અને ઉપાશ્રયોનાં કબાટોમાં કે તમારા ઘરની આડમારીઓમાં કેદ પુસ્તકો-ગ્રંથોની ધૂળ ખંખેરજોવ્યવસ્થિત પૂઠાં વગેરે ચઢાવજો... સરખી રીતે ગોઠવજો સ્વાધ્યાય કરજો. આ પણ ઉચ્ચ પ્રકારની શ્રુતભક્તિ છે. જ્ઞાનપંચમીની આરાધના જ્ઞાનમય બનીને કરશો તો જ પાંચમ સાર્થક થશે. બાકી ખાલી ઉપવાસ કે દેવવંદન આત્માને જ્ઞાનપ્રાપ્તિ માટે તલપાપડ નહીં બનાવી શકે.
વિચાર પંખી
૯
For Private And Personal Use Only