________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈની બીજ બહેનની રીઝ
આજે છે ભાઈબીજ!
આજનો દિવસ પર્વ ગણાય છે. પારિવારિક જીવનના લાગણીના ભાવતંતુઓને ગૂંથી રાખવામાં/ગૂંચવ્યા વગર ગૂંથવામાં આવાં પર્વો મહત્ત્વનો ભાગ ભજવે છે.
શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણથી દુ:ખના દરિયામાં ડૂબેલા રાજા મંદિવર્ધનને એમના બહેન સુદર્શના સાંત્વના આપે છે... દુઃખી મનને મમતાભર્યો દિલાસો આપે છે. નંદિવર્ધનને ભાઈના વિરહની વેદનાથી મુક્ત કરે છે.
૯.
સંબંધોના જગતમાં અરસપરસની હૂંફ બહુ મહત્ત્વનું ‘ફૅક્ટર’ છે.
સંબંધોને સુંવાળા રાખવા સમજ અપેક્ષિત છે. ગેરસમજની ગણતરીઓ સંબંધોને ખરબચડા બનાવી દે છે.
દુનિયાના રાહે ફૂલો કરતાં કાંટા વધારે છે, પણ નવાઈ એ છે કે કાંટા કરતાં ફૂલના ઘા આકરા હોય છે! પારકાની અપેક્ષા કરતાં યે પોતાનાની ઉપેક્ષા આકરી પડે છે!
સંબંધોને સાચવી રાખો!
કયો સંબંધ ક્યારે ઉપયોગી બને, કાંઈ કહેવાય નહીં!
For Private And Personal Use Only
વિચાર પંખી