________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિર વરસની તરસ સરસ છે!
અંતર એનું આસોપાલવ આંખો એની જ્યોતનો વૈભવ
જેના હૈયે અઢળક કરુણા
એને બારેમાસ દીપોત્સવી' દોસ્ત! આપણે તો દિ' ઊગે ને દિવાળી હોય -- રાત પડે ને રંગોળી હોય! એવું કંઈક કરી લેવા માટે આજે વરસના ઊઘડતા ને ઊછળતા પ્રભાતે સંકલ્પ કરવાનો છે. નૂતન વરસ તમને સાદ દે છે!
આવ્યું નવું - નકોર વરસ સવાર છે સલૂણ ને સરસ
બુઝવવા કો'કની ભૂખ – તરસ
વરસ દોસ્ત મન મૂકીને વરસ!” ખરેખર દોસ્તી
વરસ્યા કરવા માટેનો પયગામ લઈને આવે છે દરેક નવું વરસ આપણે તો તરસ્યા રહેવાનું જ શીખ્યા છીએ – કારણ કે તરસના તીરે ટળવળીએ છીએ - વહાલની વર્ષાને પૂછ્યું જ નથી ને? હવે વરસવાનું શીખીએ! અનરાધાર! મન મૂકીને વરસતાં વાદળાં બની જાવ દોસ્ત!
દુનિયા આખી સળગે છે.. સંતપ્ત છે!
દરેકનાં જીવન ધખે છે પીડાના અંગારથી! આપણે નિજ નેના મેહ બનીને વરસી રહીએ!
કો'કની આંખનાં આંસુ લુછીએકોકની ભૂખમાં ભાગ પડાવીએ
કંઈક કરીએ કો'કની ખાતર! મારા દોસ્ત!
આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વહાલ મુબારક
તને બધું ખુશહાલ મુબારક
મારા તુજને સાલ મુબારક! વિચાર પંખી
For Private And Personal Use Only