________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિ દિલનો દીપ જલાવો દિવાળીએ! સ
આજે દિવાળી!
જે દિલના દેવાલયને અજવાળે.. અંતરના આકાશને ઉંધાડે, પ્રાણોને પ્રેમથી પલાળે, દેહના દીપને ઉજમાળે એનું જ નામ દિવાળી! મન જો મળે..વેરની ગાંઠો ગળે અને દિ' જે. વળે તો જ દિવાળી સાર્થક બને!
“દીપ સે દીપ જલે” નો સંદેશો આપવા માટે આવે છે આ દિવાળીનું પર્વ વરસો વરસ! અમાવસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળીની ઉજવણી!
આપણે પણ દિલના ગોખમાં દિવ્ય દીવા પેટાવીએ...અંતરને આલોકિત કરે...જીવનપથને પ્રકાશિત કરે એવા દીવડા જલાવીએ!
આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં આસોની અમાસની અંધારી કાજળ-શ્યામ રાતે શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીનો દેહ – દીપ ઓલવાઈ ગયો. ૭૨૭૨ વર્ષ સુધી દુનિયાને દિવ્ય પ્રકાશ આપનાર જ્યોતિ વિલાઈ ગઈ.. અનંત અસીમ અસ્તિત્વમાં! અને આંતર-દીપની યાદમાં લોકોએ બાહરી દીવા જલાવ્યા. આ દીવા તો પ્રતીક છે સંકેત છે! ખરેખર તો...
તનના કોડિયામાં રહેલી મનની વાટને સ્નેહના ઘીમાં ઝબોળીને જ્ઞાનની જ્યોત જલાવવાની છે!
દિલનો દી જલ્યો તો સમજો દિવાળી સફળ ને જીવનની સફર સફળ. તો જ દિવાળી આપણા દિ' વાળશે.
રાત ભલે હો અંધારી
વાટ ભલે હો કાંટાળી ‘તમે જલાવો દીપ સ્નેહના”
વિચાર પંખી
For Private And Personal Use Only