________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OM/
િશયામ, પણ સલૂણી રાત!
આજનો દિવસ છે શ્યામ ચતુર્દશીનો!
શ્રમણ પરમાત્મા તીર્થંકર મહાવીર સ્વામીએ પાવાપુરીમાં આજના દિવસે એમની અંતિમ પ્રવચન શ્રેણીનો પ્રારંભ કર્યો, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં જે આકલિત છે તે! જીવનમાં વિચાર-વર્તન ને વાણીની સંવાદિતા લાધવાની કેડી ચીંધી! દેવો, માનવો, પશુપંખીઓ લીન-તલ્લીન બનીને પ્રભુના શ્રતિમધુર સ્વરના પ્રવાહમાં વહેતાં જ રહ્યાં...વહેતાં જ રહ્યાં...!!
મંત્ર-તંત્રની સાધના કરનારા સાધકો માટે આજની રાત ઘણી જ અગત્યની! રાત-રાતભર મંત્ર જાપની ધૂણી ધખાઈને બેસી જશે તાંત્રિકો અને માંત્રિકો.. યંત્રના આરાધકો યંત્રનું આલેખન કરશે.જાપ કરનારા જાપનું જાગરણ કરશે... કાળીડિબાંગ રાતે સાધનાનો સૂરજ ઊગશે.
રાત ગમે તેવી ગાઢ હોય પણ એના છેડે પ્રભાતનો ચંદરવો શણગારાયેલો હોય છે! અંધકાર જેટલો ગાઢ.. પ્રકાશનાં કિરણ એટલી જ તીવ્રતાથી પથરાઈ
જાય!
આજની રાતની વાત એટલી જ કે જીવનના રાહે અંધારી આલમનો ઓથાર છવાયો હોય... અવગુણોનું અંધારું અસ્તિત્વને ઉણું ઉતારતું હોય... છતાં યે જાપાની જ્યોત પાપના તિમિરને વિદારી નાખવા સક્ષમ છે! જોઈએ જાપમાં જીવનની જીવંતતા!
જ્યાં જાત નથી ભળતી ત્યાં પછી ભાત નથી ઊઘડતી. ભાત વગર પ્રભાત સાવ પીળું પીળું ભાસે! ચતુર્દશીની રાતનો ચંદરવો ચારે છેડે સોહી રહે એવો કરજો જાપ! તો રાત પણ પ્રકાશી ઊઠશે!
વિચાર પંખી
For Private And Personal Use Only