________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘeખમ ભાવ વઘાટો! .
દિવાળીના દિવસો નજદીક દોડી આવે છે તેમ કેટલાક શબ્દો તીડના ટોળાની જેમ આપણને ઘેરી વળે છે. એમાં ‘ભવ્ય સેલ'..ધરખમ ભાવ ઘટાડો.. વગેરે વાક્યોનાં તીર તો વારે વારે આંખ અને કાનને વાગ્યા કરે છે! ભવ્ય સેલની રેલમછેલમાં ધસારોય સારો એવો થતો હોય છે. (ખાસ કરીને બહેનોનો) સેલની રેલમાં કંઈ કેટલીય બહેનો બિચારી તણાઈ જાય છે! કંઈ કેટલા રૂપિયા પર્સથી વિખૂટા પડી જાય છે! ધસારો હોય ત્યાં ઘસારો હોય જ! આ એક એવી છેતરામણી જાળ છે કે ભલભલા એમાં ભોળવાઈ જાય! સેલની સુંવાળી જેલના સળિયા તો એમાં ફસાનારને જ વાગે! ભાવઘટાડો જોયો એટલે આપણે ભરમાઈ જઈએ છીએ પણ વિચાર કરીએ તો આપણે ખોટમાં છીએ!
ભલે, ચારે બાજુ ભાવઘટાડાનાં પાટિયાં માર્યા હોય પણ તમે તો તમારા દિલના આંગણે “ભાવ વધારોનું બોર્ડ ટીંગાડી દો! હાસ્તો! હૈયાના ભાવ ઘટી ગયા તો ખલાસા ભાવો વધતા રહેશે, પ્રભાવ વધશે.. અને જીવનની નાવ આગળ ધપશે. જો ભાવ ઘટી ગયા તો જીવનની નાવમાં કાણાં પડી જશે ને પછી આસ્તે આસ્તે સંસારના દરિયામાં તળિયે!
માટે ભાવ વધારો ભઈલા! ઘટાડવાની વાત નહીં! ધંધો વિકસાવવો હોય તો મૂડી જોઈએ. ભાવનાઓની મૂડી પર જ ધર્મનો ધીખતો વેપાર કરી શકાશે! ભાવઘટાડાની ભ્રમણામાં ભોળવાઈ ન જાવ!
ભાવ વધારો! સેલની ઘેલછા છોડો. ભાવનાની મૂડી વધારો, લાગણીની દોલત એકઠી
કરો...
હૉલસેલ હોય
કે રીટેલ... પણ ધરખમ સેલમાં સપડાવા જેવું નથી!
વિચાર પંખી
For Private And Personal Use Only