________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક ખાનગી વાત પણ જાહેરમાં
ફી
શરદપૂર્ણિમાના ઉજાગરા હજુ તમારી આંખોના ટેરવે બાઝી રહેલા છે... માટે વાત કરું છું પૂનમની!
પૂનમની રાત કેમ રળિયામણી ને રઢિયાળી લાગે છે, ખબર છે? કારણ કે ત્યારે ચાંદો પૂરબહારમાં ખીલી ઊઠે છે! સોળ શણગાર સજીને ચાંદની ઊતરી આવે છે અવનિ પર રાસ રમવા માટે!
પૂનમ વખણાય છે ચાંદાના લીધે ચાંદો વહાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસના લીધે!
લો, ત્યારે તમને ખબર નથી! આપણો પ્રેમ પણ અસલ આ ચાંદા જેવો છે! "Love is like the Moon. When it does not increases, it decreases!' પ્રેમ તો ચાંદા જેવો છે. એ જ્યારે વધતો નથી ત્યારે ઘટવા માંડે છે!' કમસે કમ પ્રેમ ઝંખનારા પ્રેમની લાંબી પહોળી વાતો કરનાર કે પ્રેમના નામે નાકનું ટીચકું મરોડનારા લોકો માટે આ બહુ મહત્ત્વની વાત છે!
બીજનો ચંદ્ર ભલે ફિક્કો હોય આછો હોય, અધૂરો હોય, પાતળો હોય પણ એના વિકાસની યાત્રા ગતિશીલ રહે છે. પૂર્ણતા તરફ એ ચંદ્ર પ્રગતિશીલ રહે છે.. આહિસ્તા આહિસ્તા પણ એકધારી રીતે ચાંદો વધતો રહે છે અને
જ્યાં પૂનમની રાત આવી કે પૂરબહારમાં પોતાની સંપૂર્ણ અદાથી નીકળી પડે છે ચાંદો આભના અનંત બગીચામાં! પણ પછી શું? પછી એ ઘટવા માંડે છે. ફિક્કો પડવા માંડે છે, ઝંખવાતો જાય છે, કારણ કે વધતો નથી. જે વધે નહીં એ ઘટે જ, અને છેવટે અમાસની કાળી રાત એને ભરખી જાય છે!
તમારા ભીતરમાં રહેલો પ્રેમ પણ બરાબર આવો જ છે. આ ચાંદા જેવો જ, એ જ્યારે વધતો નથી, વહેંચાતો નથી, ફેલાતો નથી ત્યારે અટકી જાય...અને મોટે ભાગે તે વાસનાની અલીગલીમાં ભટકી જાય છે!
પ્રેમને પ્રતિપળ વધારતા રહો, નહીંતર ઘટી જશે.
વિચાર પંખી
For Private And Personal Use Only