________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ
HERE IS LIFE?
અરે તમારો ચહેરો ફિક્કો કેમ લાગે છે? તમારી આંખોમાં ઉદાસીના પડછાયા કેમ ઊતરી આવ્યા છે?
તમારું હૈયું પણ હિજરાતું હોય એવું લાગે છે. શા માટે? તમને ખબર છે?
જ્યારે તમે ઉદાસ થાઓ છો..જ્યારે તમે નિરાશ થઈ હારી જાઓ છો.. ત્યારે તમારા લોહીમાંના શ્વેતકણો ઓછા થઈ જાય છે!
ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની એક પ્રયોગશાળામાં થયેલા પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે, લોહીમાંના શ્વેતકણો જીવન જીવવાની ક્ષમતા વધારે છે.
ખરેખર જીવન જીવી જાણવું હોય તો... હતાશાનાં હીબકાં ભરવા છોડી દો... નિરાશાની નીંદામણ નાંખી દો...
ઉદાસીનો ઉકળાટ શાન્ત કરી નાખો.... જીવો મજેથી! પ્રસન્ન થઈને
પ્રફુલ્લિત બનીને! તમે ખુશીનાં ફૂલો પાથરી દો તમારા ચહેરા પર! પછી જુઓ, તમને જીવવાની કેવી મઝા આવે છે!
વિચાર પંખી
૧૦૧
For Private And Personal Use Only