________________ પાણીમાંનો ઓક્સિજન વાયુ વપરાઈ જાય છે આથી આવા પાણીમાં જો માછલાનું ટોળુ આવી ચડે તો તેઓ ગૂંગળાઈને મરી જાય. મુંબઈના દરિયાકાંઠે કોઈવાર લાખો સડેલાં માછલાં આવે છે તેનું કારણ આ જ છે. થોડાં વર્ષો પહેલાં વડોદરા પાસે એક તળાવડીમાં સરકસનાં હાથીઓ પાણી પીવા ગયા. તે પીને રિબાઈને મરી ગયા. કારણ કે તે તળાવમાં એક રાસાયણિક કારખાનાનું પ્રદૂષણે પડતું હતું. યુરોપ, અમેરિકા અને જાપાનની સરખામણીમાં આપણા રાસાયણિક અને બીજા ઉદ્યોગો કશી વિસાતમાં નથી એમ કહીને એ બાબતમાં આંખ આડા કાન કરવા જેવું નથી, કેમકે આપણા દેશમાં પણ રાસાયણિક ઉદ્યોગો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આ વિકસિત દેશોના અનુભવમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ. લે. વિક્રમાદિત્ય (ફલેશમાંથી સાભાર) ઠેકાણેથી ખોરાક લાવીને જુદી જુદી વાછડીઓને ખવરાવવાથી જાણી શકાયું કે ક્યાંથી લાવેલો ખોરાક વાછડીઓની ભૂખને મારી નાખે છે. સંશોધન ઉપર ખીસામાંથી પાંચ હજાર ડોલરનો ખર્ચ કર્યા પછી તેને શોધી કાર્યું કે એ ખોરાક પી.બી.બી. રસાયણ વડે દૂષિત થયેલ છે. ૧૯૭૪માં તેણે પોતાની બધી ગાયોને કવોરેન્ટાઈનમાં મૂકવી પડી અને તેને પોતાની 800 ગાયોનો નાશ કરી નાખવો પડ્યો. પ્રદૂષણ કર્યું કોર્પોરેશન ફેલાવે છે તે જાણ થાય પછી જેટલા ખેડૂતોએ તેનાથી સહન કરવું પડ્યું હતું તેમણે મિશિગન કેમીકલ કોર્પોરેશન સામે દાવા માંડ્યાં, અત્યાર સુધી એ કોર્પોરેશને ત્રણ કરોડ ડોલર ખેડૂતોને નુકસાની તરીકે ચૂકવ્યા છે. હજુ ત્રણસો દાવા ઊભા છે અને હજી વધુ દાવા થશે. વિજ્ઞાન અને ઉદ્યોગોની પ્રગતિ માટે કોઈવાર કેવી ભારે કિંમત ચૂકવવી પડે છે તેનું આ દૃષ્ટાંત છે. ખેડૂતો એવો દાવો કરે છે કે આ પ્રદૂષણથી અમને પોતાને માથું દુખે છે, ચક્કર આવે છે અને સાંધા દુખે છે. એક ખેડૂતે પોતાની દ00 ગાયો ગુમાવી. મરેલી ગાયોને ખાઈને બીજા પ્રાણીઓ પ્રદૂષણનો ભોગ ન બને તે માટે અત્યાર સુધી 32,000 કરતાં વધુ ગાયોને ઊંડા ખાડા કરીને દાટી દેવામાં આવી છે માંદી પડેલી ગાયો પીડાયા કરે તે કરતાં તેમને ગોળીથી ઠાર કરીને મારી નાંખવામાં આવે છે અને દાટી દેવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં અમુક ઓલાદની ગાયો વધુ દૂધ આપે એવી રીતે ઉછેરવામાં આવે છે. અને અમુક ઓલાદની ગાયો વધુમાં વધુ માંસ માટે ઉછેરવામાં આવે છે. તેમના ખોરાકમાં પ્રદૂષણ જાય એટલે માંસ અને દૂધ દ્વારા માણસના શરીરમાં પણ જાય આથી તેમને મારી નાંખીને દાટી દીધા સિવાય બીજો રસ્તો નથી. એક ખેડૂતે ગયા નવેંબરમાં પોતાની 150 ગાયો મારી નાંખી. જાપાને અને અમેરિકાએ જે સહન કર્યું તે આપણા માટે આંખ ઉઘાડનારો ભૂતકાળ હોવો જોઈએ. રસાયણો, પેટ્રોલ, કેમિકલ્સ, કાગળ, તેલની રિફાઈનરીઓ, વગેરે, રંગો વગેરેનાં કારખાનાં વધુમાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. તેમનું પ્રદૂષણ હવા, પાણી ને જમીન ઉપર ફેલાય છે. મુંબઈમાં ચેંબુરની આસપાસના વિસ્તારો પ્રદૂષણના ભોગ બન્યા છે. ઘણું પ્રદૂષણ સમુદ્રમાં ફેલાય છે. પાણી સાથેના રાસાયણિક પ્રક્રિયામાં ઓ, વિજ્ઞાન ! તારા પાપે પ્રદૂષણથી મરી રહેલ હજારો.... 349 зЧо વિજ્ઞાન અને ધર્મ