________________
પરિશિષ્ટ (૪)
સમસ્ત માનવજાતિનો પ્રશ્ન : વળાંક લઈ શકાશે ?
હવે દુનિયા એક નવા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. વિશ્વપરિષદો, ૧૯૪૭માં ત્રણ વિશ્વપરિષદો મળી. વસતીનો પ્રશ્ન બુખારેસ્ટમાં ઓગસ્ટ મહિનામાં ચર્ચાયો. ખોરાકનો પ્રશ્ન ત્રણ મહિના પછી રોમમાં ચર્ચાયો. અને તે બંનેની પહેલાં વેનેઝુએલાના કરાકાસમાં સમુદ્રોની ચર્ચા થઈ.
આ પરિષદોમાં રાજદ્વારી પ્રતિનિધિઓ ઉપરાંત ટેનિકલ નિષ્ણાંતોએ ભાગ લીધો. સમુદ્રોની પરિષદમાં દોઢસો દેશોના પાંચ હજાર પ્રતિનિધિઓ દસ અઠવાડિયાં સુધી મળ્યાં. એમાં જે દસ્તાવેજો રજૂ થયા તેની યાદી પણ એકસો સાઠ પાનાંની થઈ. ભાષણો, ટેનિકલ હેવાલો અને બીજી માહિતીના અઢી લાખ પાનાં દરરોજ તૈયાર થતાં, ચીની લિપિની મુશ્કેલી હોવાથી હાથે નકલો થતી.
એનું શું પરિણામ આવ્યું ? તો કહે વાટાઘાટોની શરૂઆત પણ થઈ નથી, દરેક પ્રતિનિધિ પોતાનો કક્કો ફરી ફરી ઘૂંટતો જાય છે. છેવટે જે નક્કી થયું તે એટલું કે પરિષદ ફરી બોલાવવી. વિશ્વપરિષદોમાં જેમ જેમ દેશોની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ રાજકીય ને સાંસ્કૃતિક મતભેદો વધતા જાય છે. પરિણામ આવશે એવી આશા પડતી નથી. દેશેદેશના રાષ્ટ્રિય હિતોની રક્ષા માટે પવિત્ર સિદ્ધાંતો જોરશોરથી ખડકાય છે.
એક સમયે એવી આશા ઉગેલી કે રાષ્ટ્રસંઘમાંથી વિશ્વરાજ્યની સ્થાપના થઈ શકશે અને એના કાયદા આખા વિશ્વમાં ચાલશે. ૧૯૭૪માં
આ સ્વપ્ન ખંડિત થયું. બહુમતીના જોરે ઈઝરાયેલ અને દક્ષિણ આફ્રિકા એ બે દેશોને રાષ્ટ્રસંઘમાંથી હાંકી કાઢવામાં આવ્યાં અને બીજી તરફ અત્યંત જુલમી શાસન કરનારા યુગાન્ડા વિષે કશી ચિંતા થઈ નહિ. પછી
*******市*************************中*****
સમસ્ત માનવજાતિનો પ્રશ્ન : વળાંક લઈ શકશે ?
100000 ૩૨૩
જ્યાં લાખો માણસોને રાજદ્વારી કારણ માટે જેલમાં પૂરી રાખે કે મોતના ઘાટે ઉતારે તેવા રશિયા સામે કોઈ શું કહી શકે ?
‘સેટરડે રિવ્યુ’ અને ‘વર્લ્ડ’ના તંત્રી શ્રી નોરમન કઝીન્સ કહે છે કે, ‘આજે દોઢસો દેશો પોતાનું ધાર્યું કરતા રહે છે. કોઈ મધ્યવર્તી સરકાર નથી, જેનું પાલન થઈ શકે એવા કાયદા નથી, પોલીસ નથી, અને પરસ્પરનો વ્યવહાર સંભાળવા કોઈ વ્યવસ્થા નથી, પોલીસ નથી, અને પરસ્પરનો વ્યવહાર સંભાળવા કોઈ વ્યવસ્થા નથી. ફ્રાંસના પ્રમુખ માને છે : વિશ્વ દુ:ખી બન્યું છે કેમ કે એ ક્યાં જઈ રહ્યું છે તેનું ભાન નથી. એ આફત તરફ જ વધી રહ્યું છે. રાજકીય વિજ્ઞાની શ્રી મોર્ગેન્થો સાફ જણાવે છે કે, વિશ્વસરકાર વિના આંતરરાષ્ટ્રીય શાંતિ સંભવી ન શકે, અને હાલની નૈતિક, સામાજિક કે રાજકીય પરિસ્થિતિ જોતાં વિશ્વશાસન થઈ ન શકે.
*水市中心。 ૩૨૪
– ડૉ. સૈયદ હુસેન નગ્ન ઈરાનના સુપ્રસિદ્ધ ચિંતક અને વૈજ્ઞાનિક
વિજ્ઞાન અને ધર્મ