________________
ખંડવિખંડ છે. એશિયાઈ વિચારરીતિ સમગ્રને જુએ છે અને સુસંકલિત જીવનદૃષ્ટિ આપે છે. જયારે એમ કહેવામાં આવે છે કે સમગ્ર જ્ઞાન વેદમાં, કુરાનમાં કે અવેસ્તામાં પડેલું છે ત્યારે તત્ત્વતઃ તો માનવ દ્વારા ઉપાર્જિત જ્ઞાનને સંકલિત કરવાનો પ્રયાસ જ બોલતો હોય છે.
આજનો આપણો યુગધર્મ એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના નૈતિક પાસાંઓનું મૂલ્યાંકન કરતું આજનું પશ્ચિમનું નીતિશાસ્ત્ર ગૂંચવાયેલું છે. દરેક વધુ ને વધુ સમૃદ્ધ થવા ઝંખે છે અને ઓછામાં ઓછું કામ કરવા માગે છે, પરંતુ એશિયાના કહો કે બિનઔદ્યોગિક દેશોના આ લોકોનું નૈતિક વલણ પૂરેપૂરું પશ્ચિમના વાદે બદલાયેલું નથી. પશ્ચિમની કોઈ વ્યક્તિ કહેશે કે ઘડિયાળના કાંટા પાછા ફરી શકતાં નથી, પરંતુ પ્રશ્ન એ છે કે કોઈવાર તેમ ન કરવામાં આવે તો કાંટા સાવ થંભી જાય છે.
એશિયાની પરંપરાએ માનવીને પ્રકૃતિ સાથે સંવાદી જીવન ગાળવાનું શીખવ્યું છે. માત્ર માનવી અને માનવી વચ્ચેના નહીં, માનવી અને પ્રાણીજગતું તથા માનવી અને અન્ય મહાભૂતો વચ્ચેના સંબંધોને પણ એશિયાઈ પરંપરાએ સુસંવાદી કચ્યા છે. આમ પશું, પંખી, પહાડ, નદી, વૃક્ષો અને સરોવરો સૌ સાથે માનવીએ સંવાદ સ્થાપીને જ જીવનને ભર્યું ભર્યું કે પૂર્ણ બનાવવાનું છે. પરંતુ આજે સંવાદનો સેતુ તૂટી રહ્યો છે.
જ્યારે માનવીમાં એ પ્રતીતિ નથી રહેતી કે પૃથ્વી તેની માતા છે ત્યારે પૃથ્વી પણ પોષણ આપવાનું કદાચ છોડી દે તેવી પૂરી સંભાવના છે.
સાંપ્રત પરિસ્થિતિમાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સુસંવાદ સ્થાપવાની જરૂર છે. આ સંવાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી કે વિજ્ઞાનના વિભ્રમથી નહીં સ્થાપી શકાય, એશિયાની જીવનદૃષ્ટિની એ વિલક્ષણતા રહી છે કે તે સમગ્ર માનવને લક્ષમાં લે છે. અન્ય વૈજ્ઞાનિક સભ્યો સમગ્ર માનવને લક્ષમાં લેતા નથી અને માનવીની આંતરિક જરૂરિયાતને પણ લક્ષમાં લેતા નથી. વૈજ્ઞાનિક સત્યોથી જ સુખ-શાંતિ નહીં આવે અને આજનાં વિકરાળ પ્રશ્નોનું સમાધાન નહીં જડે તેવો મત પશ્ચિમના વિજ્ઞાનીઓમાં પણ બંધાઈ રહ્યો છે. પશ્ચિમના વિજ્ઞાનીઓ હવે વિજ્ઞાનની દેણ વિષે સાશંક બની ગયા છે. અને વિજ્ઞાન પરની શ્રદ્ધા તેમનામાં ઘટી રહી છે. સૌ જાણે છે કે જે ખનિજ તેલના સર્જનમાં ચાલીસ કરોડ વર્ષો વીતી ગયાં તેને પશ્ચિમના માનવીએ ઉદ્યોગીકરણને નામે માત્ર ચારસો વર્ષમાં જ વ્યર્થ બનાવી દીધું. ઉદ્યોગીકરણને નામે પશ્ચિમે એ વાયુમંડળ જ દૂષિત કરી નાંખ્યું. જેમાંથી એ શ્વસન કરતું હતું. યોગની પરંપરામાં વાયુમંડળના પ્રદુષણ સામે રક્ષણ મળે છે અને એશિયાની સંસ્કૃતિની આ જ વિશેષતા છે કે તે શક્તિને વેડફી દેવાનું નથી શીખવતું પણ તેને સંગૃહીત કરવાનું શીખવે છે. - પશ્ચિમની અવદશાનું મૂળ તેની વિચારપ્રણાલીમાં કે વિચારરીતિમાં પડેલું છે, તે જ્ઞાનને વિખંડિત કરીને જુએ છે. આજે આપણી પાસે ભૌતિકશાસ્ત્ર છે, અને નવું ભૌતિકશાસ્ત્ર પણ છે. જીવવિજ્ઞાન અને નવુ જીવવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્ર અને નવું રસાયણશાસ્ત્ર પણ છે. આ બધા
વિજ્ઞાને સજેલી ભૂતાવળા
૩૨૧
હિલ્દિી ફાટ ફરટિશ રાદશિર રાશિક્ષક સાફ શi iી ૩૨૨
હાશહિલા દાદી દાદા:
વિજ્ઞાન અને ધર્મ