________________
કોઈ વૈજ્ઞાનિક ન હતા કે જેમણે પ્રયોગશાળાઓ ઊભી કરીને વર્ષો સુધી સંશોધનો કરીને બધી શોધોને અહેવાલ તૈયાર કરીને આગમગ્રંથોમાં રજૂ કર્યો હોય.
ના, એ પ્રયોગી ન હતા, એ તો યોગી હતા. વિશુદ્ધ આત્મા હતા. એ વિશુદ્ધના પ્રકાશમાં જ એમને પ્રત્યેક પરમાણુ પણ સ્પષ્ટરૂપે દેખાયો હતો.
સાંભળવા મુજબ ભગવાન મહાવીરના સમકાલીન ગૌતમ બુદ્ધ પણ કહ્યું હતું કે નિર્ચન્થ, આયુષ્યમાન એ જ્ઞાનપુત્ર (ભગવાન મહાવીર) સાચે જ સર્વજ્ઞ અને સર્વદર્શી છે. કેમકે એ તમામ વાતોને સંપૂર્ણ પણે જાણે છે. મારી પણ બેસવાની, ઊઠવાની, ચાલવાની તમામ ક્રિયા વગેરેને એ ત્યાં બેઠા બેઠા જાણે છે !
ભગવાન જિન સર્વજ્ઞ હતા એ વાતની સિદ્ધિ માટે આ ગ્રન્થ લખવાનો પ્રયત્ન કર્યો છે. જે સર્વજ્ઞ હોય તે અવશ્ય વીતરાગ હોય અને વીતરાગ સર્વજ્ઞ અવશ્ય સત્યવાદી હોય એ વાત આપણે આરંભમાં જ જોઈ ગયા છીએ.
‘આપણે સહુ એ વીતરાગ-સર્વજ્ઞ, સત્યવાદી ભગવાન જિનને આજે અંતરથી નમીએ. એમણે જણાવેલી તમામ વાતોને હૃદયથી સ્વીકારીએ.
એમણે બતાવેલા સુખના રાહે કદમ માંડીએ.
પરિશિષ્ટ-૧ જાણીતા ભવિષ્યવેત્તાઓની
ભવિષ્યવાણી
(સાભાર-ઉદ્ઘત) (૧) ડૉ. જૂલેવર્ન
કયૂબામાં રશિયાના ક્ષેપકશસ્ત્રોનાં મથકો બની ગયાં હતાં. અમેરિકા અને રશિયાના સંબંધો ક્યૂબામાં અત્યંત ખરાબ થઈ ગયા હતા. યુદ્ધ આજકાલમાં શરૂ થઈ જ જશે, એ જ વાત બધાના મોંએ ચર્ચાતી હતી. બંને પક્ષની સેનાઓ એકબીજાની સામે ખડી થઈ ગઈ. એક તરફ રશિયાના સૈનિકોથી ભરેલા જહાજો ક્યુબા તરફ દોરી રહ્યાં હતાં અને બીજી તરફ અમેરિકાના વિનાશકારી બોમ્બરો અને અણુ-બોમ્બોથી સજજ મિસાઈલો ઝઘડવા લાગ્યાં. યુદ્ધને માટે બસ “સ્વિચ” દબાવવાનું જ બાકી રહ્યું હતું.
ક્યૂબામાં-રશિયન મિસાઈલ્સને કારણે કેનેડીએ રશિયાને અલ્ટીમેટમ આપ્યું તે સમયે ફ્રાંસના નેતાઓ એ જાણીતા ફ્રેન્ચ ભવિષ્યવક્તા જુલેવર્નને પૂછ્યું, “આ યુદ્ધમાં વિજય કોનો થશે ?” જુલેવર્ને તરત જ જવાબ આપ્યો “કોઈનો નહીં, કારણ કે યુદ્ધ થશે જ નહીં, રશિયા પીછેહઠ કરશે.’
એ સમયે તો આ વાત કોઈએ માની નહીં પરંતુ થોડાજ કલાક પછી જ્યારે આકાશવાણીએ જાહેરાત કરી, “રશિયા પાછુ હઠી ગયું, યુદ્ધની શક્યતાઓ ખલાસ થઈ ગઈ.” ત્યારે લોકો જુલે વર્નની ભવિષ્યવાણી પર આશ્ચર્યચકિત થઈ ગયા.
ડો. જુલે વર્ન જાણીતા ફ્રેન્ચ લેખક છે, પરંતુ તેમની સૌથી વધારે ખ્યાતિ એક ભવિષ્યવક્તા રૂપે થઈ, આંતરરાષ્ટ્રીય જગતમાં તેમને ભવિષ્યવેત્તા રૂપે જેની ડિક્સન, પ્રો. હરાર, સીરો એન્ડરસન અને ચાર્લ્સ
જેની ડિકસન
૨૮૯
૨૯૦
વિજ્ઞાન અને ધર્મ