________________
વર્તમાનકાળની આગાહીઓ :
રશિયા સૌ પ્રથમ અવકાશમાં સ્કૂટનિક વહેતો મૂકશે એની પણ જેની ચાર વર્ષ પહેલાં આગાહી કરેલી અને તે તદ્દન સાચી પડી એ સર્વવિદિત છે.
૧૯૬૪ના ઓક્ટોબરમાં રશિયામાં થયેલા અચાનક ફેરફારોથી દુનિયાભરની સરકારો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલી, પરંતુ કૃોવ વિદાય થશે એ વાતની આગાહી જેનીએ ઘણાં લાંબા સમય પહેલાંથી કરેલી.
૧૯૬૪ના નવા વર્ષના વર્તારામાં જેનીએ લખ્યું છે કે ૧૯૬૪૬૭ના સમય દરમ્યાન અમેરિકામાં ઘરઆંગણાની તેમજ વિદેશી બાબતોમાં મહાન ભય ઊભો થશે. આગામી ૧૮ મહિનાઓ દરમિયાન કુથોવના સ્થાને આવનાર નવા આગેવાનથી આ ભય વધી જશે. માણસનું નામ ‘એસથી શરૂ થાય છે. આ માણસ સાથે કામ પાર પાડવું કૃોવ કરતાં પણ વધુ મુશ્કેલ બનશે.
અત્રે એ યાદ રાખવું જોઈએ કે કુથોવ રશિયન આગેવાનોમાં સૌથી વધુ બુદ્ધિશાળી દેખાય છે, જ્યારે રશિયન નેતાગીરીમાં ફેરફારો થયા ત્યારે કુથોને જ મુખ્ય ફેરફારો અંગેનું ભાષણ સેન્ટ્રલ કમિટિ સમક્ષ કરેલું. હવે ‘એસ’ અક્ષરથી શરૂ થતા નામવાળો બીજો કોઈ વધુ શક્તિશાળી પુરુષ બહાર આવે છે કે કેમ તે જોવાનું રહે છે.
જેનીએ હવે પછી લાંબા સમય બાદ બનનારા બનાવો અંગેની નીચે મુજબની કેટલીક આગાહીઓ કરેલી છે :
(૧) અમેરિકા માટે રંગભેદની નીતિ અને ચીન એ બંને ભારે મુશ્કેલ પ્રશ્ન બની રહેશે. ૧૯૬૦ અને ૧૯૭૦માં અમેરિકાને રંગભેદના પ્રશ્નમાં ગળાબૂડ રહેવું પડશે. ચીનની ખટપટો અને ઘૂસણખોરીને પરિણામે સંખ્યાબંધ આફ્રિકન-એશિયન દેશો ૧૯૮૦માં વિશ્વયુદ્ધ ભભૂકાવી મૂકશે. વિયેટનામ અને કોરિયામાંની મુશ્કેલીઆના પરિણામે ચીન સાથે આ અનિવાર્ય યુદ્ધ ખેલવું પડશે.
(૨) ઈતિહાસ બતાવી આપશે કે અણુબોમ્બના પ્રયોગો પર
પ્રતિબંધ મૂકતી સંધિ અમેરિકા માટેની હિતકર્તા પુરવાર થશે અને એજ સંધિ એની સામે વપરાશે.
(૩) ચીન રશિયન વિસ્તાર પર હુમલો કરશે, પણ એ અથડામણ સરહદ પૂરતી મર્યાદિત રહેશે અને ભવિષ્યમાં થનારું યુદ્ધ કે જેમાં રશિયા અને અમેરિકા બંને એકબીજા સાથે ચીન સામે જોડાયેલાં હશે, એ યુદ્ધની આ સરહદી અથડામણથી શરૂઆત થશે નહિ. આ સમયમાં સદીના અંતમાં ડેવીસ સ્ટ્રીટ (કેનેડા અને ગ્રીનલેન્ડ વચ્ચે) અમેરિકા માટે જીવાદોરી બની રહેશે.
(૪) ૧૯૬૪ થી ૬૭ વચ્ચેનાં વર્ષો અમેરિકા માટે વિદેશી તેમ જ ઘરઆંગણાની બાબતો માટે ખૂબ જ આફતજનક બનશે. આ ગાળામાં અમેરિકા જે ભૂલો કરશે એનો એક દાયકા સુધી અમેરિકાને ખ્યાલ નહિ આવે. ૧૯૬૧ થી ૧૯૬૯ વચ્ચે અમેરિકામાં ત્રણ પ્રમુખો થશે.
(૫) ચાલુ સૈકામાં કોઈ એક પોપને ઈજા થશે. (૬) ૧૯૬૮ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ વિજયી નીવડશે.
(૭) ૧૯૮૦માં વિશ્વ પર જે આફત ઊતરશે એના પરિણામે માનવજાતને કારમો આઘાત લાગશે અને એ અધ્યાત્મ તરફ વળશે.
૧૯૬૨ની પાંચમી ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં જન્મેલું એક બાળક વિશ્વમાં ક્રાંતિ આણશે અને અંતે પરસ્પર વિરોધી સંપ્રદાયો અને ધર્મોને એક કરીને સર્વધર્મસમન્વય સાધશે. આ બાળક અંગેનું જેનીનું દર્શન ખૂબ સ્પષ્ટ અને ચોક્કસ છે. આ બાળકનો જન્મ એક ગરીબ ખેડૂતને ત્યાં થયો છે. જેની કહે છે કે ૧૯૮૦ના વર્ષથી આ પુરુષની મહાન શક્તિ માનવજાતને અનુભવવા મળશે અને એની શક્તિ ૧૯૯૯માં ખૂબ જ પ્રચંડ બની રહેશે ત્યાં સુધીમાં જગતમાં શાંતિ અને સદાચાર સ્થપાઈ ચૂક્યાં હશે.
આ બધી વાતો પરથી સમજી શકાશે કે આવા વિર્ભાગજ્ઞાનની ઊંડી સમજણ આપતું જિનાગમ એજ પૂર્ણ તત્ત્વજ્ઞાન છે, વિજ્ઞાન તો હજી ઘણું અપૂર્ણ ચે.
પૂર્ણ તત્ત્વજ્ઞાનસ્વરૂપ જિનાગમને કહેનારા પરમાત્મા આજના જેવા ago fastep insignee liabilities gattisgaઈraણatiા શાહabitania @antiganegativities ૨૮૮
વિજ્ઞાન અને ધર્મ
જેની ડિક્સન
૨૮૭