________________
જેનીએ આ પ્રશ્નનો ઉત્તર આપતા ભારપૂર્વક જણાવ્યું કે, ‘ના બિલકુલ નહિ. હું આજે પણ એક મોટી કફનપેટી વ્હાઈટ હાઉસમાં લઈ જવાતી જોઈ રહી છું. પ્રમુખનું બીજા કોઈ સ્થળે અવસાન થશે અને એમનું શબ રાષ્ટ્ર-શોક માટે વ્હાઈટ હાઉસમાં લાવવામાં આવશે.’
- ૧૯૬૩ના ઓક્ટોબરમાં પણ જેનીએ જાહેરાત કરેલી, “મને ‘દર્શન' થયું છે, ઉપપ્રમુખની કચેરીના દ્વાર પરનું લિન્ડન જહોનસનના નામનું પાટિયું બે કાળા હાથો દૂર કરી રહ્યા હોય એમ હું જોઈ રહી છું.”
આ પછીનાં થોડા અઠવાડિયા દરમ્યાન જેનીએ ખૂબ જ બેચેની અનુભવીને આ વાત ઘણાં નામાંકિત માણસોને કહેલી કે પ્રમુખનું થોડા જ સમયમાં ખૂન થનાર છે. પ્રે. કેનેડીનાં બહેનને પણ જેનીએ આ વાત કરેલી.
અને તા. ૨૨મી નવેમ્બરે તો અમેરિકન નૌકા બેન્ડના નિવૃત્ત આગેવાન ચાર્લ્સ બેન્ટરને તો જેનીએ તદન સ્પષ્ટ શબ્દોમાં કહેલું, ‘આજે આ બનાવ બનશે !' અને ખરેખર જેનીની આગાહી મુજબ છે. કેનેડીનો બનાવ એ જ દિવસે બન્યો. અદ્ભૂત ભવિષ્યવેત્તા :
જેનીનો જન્મ સાન્ટારોસા, કેલિફોર્નિયામાં થયેલો અને માતા-પિતા જર્મનીમાંથી આવીને અમેરિકામાં વસ્યાં છે. જેની નાનપણમાં કાલી કાલી વાણીમાં બોલતી થઈ ત્યારથી જ એની આ ચમત્કારિક શક્તિના લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. કુટુંબમાં બનેલા કેટલાંક શુબ-અશુભ બનાવોની પહેલેથી આગાહી કરેલી. એના પિતા ઘેરથી લગભગ ૧ હજાર માઈલ દૂર હતા ત્યારે તેઓ શું કરી રહ્યા છે એનું હૂબહૂ વર્ણન નાની જેનીએ ઘેર બેઠાં કરેલું અને પાછળથી એ તદન સાચું ઠરેલું. ભવિષ્ય ભાખવાની અનોખી ને વિવિધ પદ્ધતિઓ :
જેનીની ભવિષ્ય ભાખવાની રીત જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી રીતની હોય છે. કેટલીકવાર તો સામા માણસની આંગળીઓના ટેરવાનો સ્પર્શ કરીને તરત જ ભવિષ્ય ભાખે છે. કેટલીક વાર તો પોતે નહિ જોયેલા એવા માણસની ફક્ત જન્મ તારીખ જાણીને એનો ભૂતકાળ તથા
વાણાકના વાકક્ષાનtain their life amazing જેની ડિક્સન
૨૮૧
ભવિષ્ય કહી આપે છે... મોટા ભાગે તો એક કાચનો ગોળો જોઈને ભવિષ્ય ભાખતી હોય છે, પણ મહત્ત્વના બનાવોની અગાઉથી અચાનક એને ‘ઝાંખી’ થાય છે. પોતાની આ ચમત્કારિક શક્તિ સંબંધમાં જેની કહે છે –‘જ્યારે મને ભવિષ્યમાં બનનાર બનાવનું દર્શન થવા માંડે છે ત્યારે મારી ચોમેરની હવા સહિત આખાય વાતાવરણમાં પરિવર્તન થઈ જાય છે. હું ખૂબ ઉચ્ચ સ્થાને એકલી ઊભી રહીને નીચે જોઈ રહી હોઉં છું અને એ સમયે મને દુનિયાની કોઈપણ બાબત સ્પર્શ કરતી હોતી નથી.’
બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે ભવિષ્ય ભાખનાર તરીકે જેનીની ખ્યાતિ પાટનગર વોશિંગ્ટનમાં ખૂબ ફેલાવા પામેલી... એક દિવસ એક ભોજન સમારંભમાં અમેરિકાના એ વખતના ઉપપ્રમુખ હરી ટુમાનની આંગળીઓનો સ્પર્શ કરતાં જેનીએ તરત જ ભવિષ્ય ભાખેલું, “તમે પ્રમુખ બનશો.” છે. રૂઝવેલ્ટ અંગેની આગાહીઓ :
૧૯૪૪ના અંતમાં છે. રૂઝવેલ્ટ ચોથી વાર પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા બાદ થોડા સમયે જેનીને વ્હાઈટ હાઉસ તરફથી આમંત્રણ મળેલું. છે. રૂઝવેલ્ટ જેનીને મળવા ઈચ્છતા હતા.
| મુલાકાતના નક્કી થયેલા સમયે જેનીને છે. રૂઝવેલ્ટના ઓરડામાં લઈ જવામાં આવી. રૂઝવેલ્ટે જેનીને જોતાં પોતાની બાજુમાં ખુરશીમાં બેસવાનું કહ્યું અને થોડો સમય બંને વચ્ચે હવામાન અંગેની તેમજ બીજી પરચૂરણ વાતો થઈ.
દુનિયાના મહાન જવાબદારીઓના બોજા તળે દબાયેલા છે. રૂઝવેલ્ટને જોઈ જેનીએ કહ્યું, “મિ. પ્રેસિડન્ટ ! જયારે કોઈક પ્રશ્ન સમજમાં ઘોળાતો હોય ત્યારે કેટલીકવાર સલાહ લેવામાં ડહાપણ રહેલું છે.”
રૂઝવેલ્ટે આહ ભરતાં કહ્યું - ‘માણસની જિંદગી ટૂંકી છે. લાંબુ જીવીએ તો પણ મારે જે કામો પતાવવાનાં છે એ માટે હવે સમય કેટલો રહ્યો ?”
હું આપની આંગળીઓને સ્પર્શ કરું ? જેનીએ પૂછ્યું અને પ્રે. હવાઈ નાથની કહાહાકાહહહહહહહહહહહાહાહરલાલ ૨૮૨
વિજ્ઞાન અને ધર્મ