________________
૨૯. જેની ડિક્સન
પિટર હરકોસના જેવો જ જેની ડિક્સન નામની એક બાઈનો જીવંત કિસ્સો અહીં રજૂ કરું છું. આ બાઈને પણ જિનેશ્વર દેવોએ જણાવેલા પાંચ જ્ઞાન પૈકીનું ત્રીજા નંબરનું વિભંગજ્ઞાન હોવાની શક્યતા છે. આ જ્ઞાનના અસંખ્ય પ્રકારો કહ્યા છે, એટલે જેની ડિકસનને હાથમાં ગોળો રાખવાથી જ આ જ્ઞાન પ્રગટ થતું હોય તો આવા પ્રકારની સંભાવનાને પણ નકારી ન શકાય.
આપણે એની જીવન-ઘટનાઓને જાણીએ.
ભવિષ્યમાં બનનારા બનાવોની વર્ષો અગાઉ આગાહી કરવાની ‘ચમત્કારિક શક્તિ’ ધરાવતી જેની ડિક્સન નામની એક અમેરિકન મહિલાએ છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન સમગ્ર દુનિયાને ધ્રુજાવી મૂકે એવા બનાવોની જે આગાહીઓ કરી હતી એમાંની મોટા ભાગની આગાહીઓ સંપૂર્ણપણે સાચી ઠરી છે.
મહાત્મા ગાંધી અને પ્રમુખ કેનેડીના ખૂનની તેમજ ૧૯૪૫માં વિન્સ્ટન ચર્ચિલ ચૂંટણીમાં પરાજય પામશે અને રશિયા પહેલો સ્પુટનિક અવકાશમાં મૂકશે એવી જેની ડિક્સને અગાઉથી કરેલી આગાહી સો ટકા સાચી ઠરી છે.
કેનેડીના ખૂનની આગાહી :
૧૯૬૩ના નવેમ્બરના એક દિવસે ન્યુયોર્કની એક હોટલમાં જેની ડિક્સન બે આગેવાન મહિલાઓ સાથે ખાણું લઈ રહી હતી. દરમિયાન વાતચીત કરતાં અચાનક એ શાંત થઈ ગઈ. સાથે ખાણું લઈ રહેલી મહિલાએ ચિંતાપૂર્વક પૂછતાં ધ્યાન ધરતી હોય એ રીતે જેનીએ આંખો બંધ કરીને કહ્યું, હું ખૂબ ઉશ્કેરાટ અનુભવી રહી છું... મારા ગળે ખાવાનું નહિ ઊતરે. આજે પ્રમુખ (કેનેડી) પર કોઈક ભયાનક બાબત ગુજરનાર છે.'
(101) જેની ડિક્સન
Ginterest
૨૭૯
આ પહેલાં ત્રણ દિવસ અગાઉ પ્રમુખ કેનેડીનું કાંઈક અનિષ્ટ થનાર છે એવી આગાહી જેનીએ કરેલી.
જેની અને સાથેની બે મહિલાઓ હજુ હોટલમાં જ હતાં અને ખબર આવી કે ‘પ્રમુખ પર કોઈકે ગોળી છોડી છે.’
જેનીએ આ ખબર સાંભળી તરત જ કહ્યું- ‘ગોળી છોડી છે એટલું જ નહિ પણ પ્રમુખનું અવસાન થઈ ચૂક્યું છે.’ મેં પ્રમુખને ચેતવણી મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પણ મારું કોણ સાંભળે ?
જેની ડિક્સને ત્રણ મહિના અગાઉ પ્રે. કેનેડીનું ખૂન થશે એવી આગાહી કરેલી અને પ્રમુખને દક્ષિણનો પ્રવાસ નહિ કરવાની ચેતવણી આપવા માટે પણ પ્રયાસ કરેલો. જેનીના જણાવ્યા મુજબ ‘ઘણાં લાંબા સમયથી હું વ્હાઇટ હાઉસ (પ્રમુખના નિવાસસ્થાન) પર એક શ્યામ વાદળ જોઈ રહી હતી. આ વાદળ મોટું થતું જતું હતું અને પછી નીચે ઊતરતું જતું હતું. આનો અર્થ એટલો જ થતો હતો કે પ્રમુખનું ખૂન થશે.’
છેક ૧૯૫૨માં જેની ડિક્સને સૌ પ્રથમ ‘વ્હાઈટ હાઉસ' પર શ્યામ વાદળનું દર્શન કર્યું હતું.
‘એક ઊંચા, આસમાની આંખો અને જાડા ભૂખરા વાળ ધરાવતાં યુવાન આદમી પર આફત ઊતરશે.' જેનીના અંતરમાંથી આ વખતે અવાજ નીકળ્યો કે એ યુવાન ‘ડેમોક્રેટ’ હશે. ૧૯૬૦માં પ્રમુખ તરીકે ચૂંટાશે અને હોદ્દા પર હશે એ દરમિયાન જ એનું ખૂન થશે. ચાર વર્ષ બાદ ૧૯૫૬માં જેનીએ પોતાની આ આગાહીની જાહેરાત છાપાની કટારમાં કરેલી. પત્રકારોની મુલાકાત દરમિયાન જેનીએ સ્પષ્ટ કહેલું, ‘૧૯૬૦માં ચૂંટાનાર આસમાની આંખો ધરાવતા પ્રમુખનું ખૂન થશે.’
૧૯૫૬ના મેની ૧૩ તારીખના ‘પરેડ’ સામયિકમાં જેની ડિક્સનની આ આગાહી પ્રગટ થયેલી. ૧૯૬૩ના ઉનાળામાં જ્યારે પ્રે. કેનેડીના પુત્ર પેટ્રિક કેનેડીનું જન્મ બાદ થોડા સમયમાં અવસાન થયું ત્યારે જેનીને પૂછવામાં આવેલું કે ‘વ્હાઈટ હાઉસ’ પર પેલા શ્યામ વાદળ અંગેના અમંગળનો ખુલાસો આ બાળકના અવસાનમાંથી તો મળી રહેતો નથીને?’
૨૮૦
18-11મા વિજ્ઞાન અને ધર્મ